ટેક ગુરુ અભિષેક તેલંગ સાથે Tech Talk:સેમસંગ ગેલેક્સી વોચ 4 શાનદાર ડિઝાઈન અને ડિસ્પ્લે સાથે પ્રીમિયમ લુક આપતી હોવા છતાં વોચમાં કેટલીક ખામી પણ; જાણો તે ખરીદી લાયક છે કે કેમ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઉથ કોરિયન ટેક જાયન્ટ સેમસંગે થોડા દિવસ પહેલાં જ નવી સ્માર્ટવોચ 'ગેલેક્સી વોચ 4' લોન્ચ કરી છે. ગૂગલના Wear OS પર રન કરતી સ્માર્ટવોચ અત્યાર સુધી એટલી હિટ નથી થઈ. તેથી સેમસંગે સ્માર્ટવોચમાં ઈન હાઉસ Tizen OS પર પ્રયોગ કર્યો. જોકે તે એટલો સફળ રહ્યો નહિ. ફરી એકવાર સેમસંગ અને ગૂગલની પાર્ટનરશિપ સાથે 'ગેલેક્સી વોચ 4' સ્માર્ટવોચ લોન્ચ થઈ.

યુટ્યુબર અભિષેક તેલંગ જણાવે છે કે, તે આશરે 1 અઠવાડિયાંથી આ વોચનો ઉપયોગ કરે છે. આ વોચ બાઈંગ વર્ધી છે કે કેમ તે તેલંગની જુબાનીએ સમજીએ...

શા માટો આ વોચ ખરીદવી જોઈએ?
1. સેમસંગના તમામ ફીચર્સ ગૂગલની ખાસિયત સાથે

ગેલેક્સી વોચ 4ની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ સ્માર્ટવોચમાં ગૂગલ અને સેમસંગ બંનેનાં ફીચર્સ મળે છે. વોચ ગૂગલ Wear OS પર રન કરતી હોવાથી તે ગૂગલ પ્લે સ્ટોરની તમામ એપ્સનો એક્સેસ સપોર્ટ કરે છે. ગૂગલ મેપ્સ, ગૂગલ પેથી લઈને સેમસંગની ઈકો સિસ્ટમ એપ્સ પણ તે સપોર્ટ કરે છે. આ વોચ બોડી ફેટ સ્કેનર સાથે આવે છે.

2. શાનદાર ડિઝાઈન

ગેલેક્સી વોચ 4 ઘણી શાનદાર ડિઝાઈન સાથે આવે છે. આ વોચમાં રાઉન્ડ ડાયલ હોવાથી તે સામાન્ય વોચ જેવો જ લુક આપે છે. તેની ડિઝાઈન ઘણી પાતળી છે. તેનું વજન માત્ર 26 ગ્રામ છે. લાંબા સમય સુધી તેને પહેરવાથી કોઈ સમસ્યા થતી નથી.

3. પર્ફોર્મન્સમાં પર્ફેક્ટ

વોચ લુક સાથે પર્ફોર્મન્સ પણ સારું આપે છે. તેની ડિસ્પ્લે ઘણી શાનદાર છે. તીવ્ર સૂર્ય પ્રકાશમાં વોચની ડિસ્પ્લે સુપર બ્રાઈટનેસ આપે છે. તે ફુલ્લી ફ્લેટ હોવાથી પ્રીમિયમ લુક આપે છે.

વોચમાં Wear OS હોવાથી જૂનાં વર્ઝન કરતાં આ વર્ઝનમાં તેનું પર્ફોર્મન્સ સારું છે. સેમસંગે વોચમાં પોતાનાં ઈનહાઉસ એક્સીનોસ W920 પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે. વોચ થર્ડ પાર્ટી સપોર્ટ કરે છે. એડિડાઝ સહિતની કંપનીઓની પ્રોડક્ટ્સ સાથે વોચ કમ્પેટિબિલ છે.

આ કારણે વોચની ખરીદી ન કરવી જોઈએ
1. Bixbyમાં દમ નથી, ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ પણ નથી

વોચમાં કેટલીક ખામીઓ પણ છે. કંપનીએ ગૂગલ સાથે મળી ભલે આ વોચ તૈયાર કરી હોય પરંતુ વોચમાં ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ જ નથી આપ્યો. તે Bixby કરતં ઘણું સારું વોઈસ અસિસ્ટન્ટ છે. પ્રીમિયમ લુક આપતી આ વોચ વોઈસ અસિસ્ટન્ટ ડીઝર્વ કરે છે પરંતુ કંપનીએ તેની કોઈ તસ્દી લીધી નથી.

2. આઈફોન યુઝર્સ માટે વોચ નકામી
મોટા ભાગની એન્ડ્રોઈડ સ્માર્ટવોચ એન્ડ્રોઈડ સાથે iOS ડિવાઈસ પર પણ કમ્પેટિબલ હોય છે. જોકે ગેલેક્સી વોચ 4 માત્ર એન્ડ્રોઈડ ડિવાઈસ માટે બની છે.

3. દરરોજ બેટરી ચાર્જ કરવી પડશે
આ વોચની સૌથી મોટી ખામી તેની એવરેજ બેટરી લાઈફ છે. આ સ્માર્ટવોચ તમારે દરરોજ ચાર્જ કરવી પડશે. જોકે કંપનીનો દાવો છે કે વોચ 40 કલાકની બેટરી લાઈફ આપે છે પરંતુ રિવ્યૂમાં તે 24 કલાકનો આંકડો પાર કરી શકી નથી. પાવર સેવિંગ મોડમાં વોચ 1.5 દિવસનું બેકઅપ આપે છે.

જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટવોચ ખરીદવા માગો છો તો 'ગેલેક્સી વોચ 4' એક સારો ઓપ્શન છે. આ વોચમાં 3 વર્ષ સુધી કંપની OS અપડેટ આપશે અને 5 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ આપશે. તેથી વોચ 100% ફ્યુચરપ્રૂફ સાબિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...