ન્યૂ અપડેટ:ગૂગલ અસિસ્ટન્ટ પરથી 'યોર ન્યૂઝ અપડેટ' ફીચર દૂર થયું, યુઝરને જાતે ન્યૂઝ સર્ચ કરવાનું વધારે પસંદ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુઝરને ગૂગલનું આ ફીચર ઓછું પસંદ હોવાથી કંપનીએ તેને દૂર કર્યું

ગૂગલ અસિસ્ટન્ટે તેનું 'યોર ન્યૂઝ અપડેટ' પર્સનલાઈઝ્ડ ઓડિયો ડાઈજેસ્ટ ફીચર દૂર કર્યું છે. ધ વર્જના એક રિપોર્ટ પ્રમાણે, ગૂગલે આ વાતનો ખુલાસો નથી કર્યો કે આ ફીચર કેમ દૂર કરવામાં આવી રહ્યું છે. ગૂગલ અસિસ્ટન્ટ ન્યૂઝ ડાઈજેસ્ટ ઓપ્શન રજૂ કરતું હોવાથી તે પર્સનલાઈઝ્ડ ન્યૂઝ અપડેટ આપે છે.

આ ફીચરનો હેતુ ફિલ્ટર કરેલાં ન્યૂઝની એક ફીડ બનાવાનો હતો, પરંતુ લોકોએ એ ન્યૂઝ સર્ચ કરવાનું પસંદ કર્યું જે તેઓ આપમેળે વાંચવા માગતા હોય.

યુઝરની પસંદ ટેક્સ્ટ બેઝ઼્ડ ન્યૂઝ

ધ વર્જના રિપોર્ટ પ્રમાણે, આ પ્રકારના અલ્ગોરિધમ બેઝ઼્ડ સર્વિસમાં એક સમસ્યા હોય છે કે તે એકદમ ચોક્કસ હોવા પર વધારે ભરોસો કરે છે. આ ફીડમાં તમારે દરેક ન્યૂઝ સાંભળવી પડે છે. તેથી યુઝરનો સમય વેડફાય છે. જોકે યુઝરને ટેક્સ્ટ બેઝ્ડ અપડેટ ગમે છે.

2019માં આ ફીચર લોન્ચ થયું હતું
ગૂગલે 2019માં 'યોર ન્યૂઝ અપડેટ' ફીચર લોન્ચ કર્યું હતું. તે સમયે ફેસબુક અથવા ગૂગલની પ્રોડક્ટના અલ્ગોરિધમને ઓડિયો ન્યૂઝમાં રીપિટેશન કરવાનો એક પ્રયાસ હતો. આ ફીચર યુઝરના પર્સનલ ડેટાના આધારે મેક્સિમમ રેલેવન્ટ ન્યૂઝ અપડેટ આપતું હતું. આ અપડેટમાં ગૂગલે લાયસન્સ આપેલા ન્યૂઝની પસંદગી કરી શકાતી હતી.