દુનિયાનું પ્રથમ રૂફટોપ થિયેટર:જિયો વર્લ્ડ ડ્રાઈવના ટેરેસ પર ખૂલશે ડ્રાઈવ ઈન થિયેટર, 290 કાર એકસાથે પાર્ક થાય તેવી વ્યવસ્થા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ દુનિયાનું પ્રથમ રુફટોપ અને ઓપન એર ડ્રાઈવ ઈન થિયેટર છે

રિલાયન્સ કંપની મુંબઈમાં દેશનું પ્રથમ જિયો ડ્રાઈવ ઈન થિયેટર 5 નવેમ્બરે ખુલ્લું કરવા જઈ રહી છે. JWD (જિયો વર્લ્ડ ડ્રાઈવ)માં તે ઓપન થશે. આ દુનિયાનું પ્રથમ રુફટોપ અને ઓપન એર ડ્રાઈવ ઈન થિયેટર હશે. આ ઓપન એર થિયેટરમાં ખુલ્લાં આકાશ નીચે તમારી કારમાં બેસી તમે મૂવી એન્જોય કરી શકશો. થિયેટરમાં મુંબઈની સૌથી મોટી સિલ્વર સ્ક્રીન હશે.

આ ડ્રાઈવ ઈન થિયેટર PVR ઓપરેટ કરશે. જિયો ડ્રાઈવ ઈનમાં 290 કાર રાખવાની ક્ષમતા છે. જિયો વર્લ્ડ ડ્રાઈવ 17.5 એકરમાં ફેલાયેલું છે. તે શહેરનાં સૌથી પ્રીમિયમ લોકેશન બાંદ્રા કુર્લામાં છે. જોકે આ ડ્રાઈવ ઈન થિયેટરના ફોટોઝ પર હાલ સસ્પેન્સ જ છે.

ડ્રાઈવ ઈન સિનેમા

  • ડ્રાઈવ ઈન સિનેમાનો અર્થ એ થાય છે કે તમે તમારા ફોર વ્હીલરમાં બેસી ફિલ્મની મજા લો. આવા ઓપન થિયેટર મોટા મેદાનમાં હોય છે. ફિલ્મના પડદાની સામે પાર્કિંગમાં કાર ગોઠવાયેલી હોય છે.
  • દેશમાં ડ્રાઈવ ઈન થિયેટર કોન્સેપ્ટનું વલણ વધ્યું છે. કોવિડ મહામારી બાદ ફિલ્મ જોવા માટે આ બેસ્ટ ઓપ્શન છે. લોકો પોતાની કારમાં બેસી સંક્રમણના ડર વગર ફિલ્મ જોઈ શકે છે. હાલ દેશમાં અમદાવાદ, ગુરુગ્રામ, ચેન્નાઈ, બેંગલુરુ, વિશાખાપટ્ટનમ અને ગુરુગ્રામમાં કુલ 6 ડ્રાઈવ ઈન સિનેમા છે.
  • આવા થિયેટરમાં એક મોટી આઉટડોર સ્ક્રીન હોય છે. સાઉન્ડ માટે તેમાં રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ થાય છે. અથવા એક્સર્ટનલ સ્પીકર અટેચ કરવામાં આવે છે.

શ્રીનગરમાં ઓપન એર થિયેટર

જમ્મુ કાશ્મીરમાં ટૂરિઝ્મને વેગ આપવા માટે શ્રીનગરના ફેમસ ડલ તળાવમાં પ્રથમ વખત ઓપન એર ફ્લોટિંગ થિયેટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં લોકો નાવડીમાં બેસી મૂવી એન્જોય કરે છે. આ પહેલથી કાશ્મીરમાં સિનેમાની શરૂઆત થઈ છે. કોવિડને કારણે કાશ્મીરમાં ઘણા લાંબા સમયથી થિયેટર બંધ હતા.