ન્યૂ યર ગિફ્ટ:રિલાયન્સ ફરી લોન્ચ કરશે 4G ફીચર ફોન, પ્રથમ ક્વાર્ટરમાં કંપની લોન્ચ થઈ શકે છે લેટેસ્ટ જિયો ફોન

2 વર્ષ પહેલા
  • રિલાયન્સ જિયોનો ટાર્ગેટ આશરે 20-30 કરોડ મોબાઈલ ફોન ગ્રાહકોનો છે

રિલાયન્સ જિયો ફરી 4G ફીચર ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આગામી માર્ચ મહિના સુધી તે લોન્ચ થઈ શકે છે. કોરોનાકાળમાં વર્ક અને સ્ટડી ફ્રોમ હોમની પરિસ્થિતિ જોઈ કંપનીએ આ નિર્ણય કર્યો છે. કારણ કે તેનાથી કામ, સ્ટડી અને મનોરંજન માર્કેટમાં સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે.

કંપનીનું લક્ષ્ય 30 કરોડ યુઝર્સ સુધીનું છે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અપમકિંગ નવા ફીચર ફોનનો કોન્ટ્રેક્ટ વિનિર્માણ કરનારી કંપની ફ્લેક્સ દ્વારા ડેવલપ કરવામાં આવશે. એજન્સી પ્રમાણે, રિલાયન્સ જિયોનો ટાર્ગેટ આશરે 20-30 કરોડ મોબાઈલ ફોન ગ્રાહકોનો છે, જે હાલ 2G યુઝર્સ છે.

ગૂગલ-જિયો મળીને ડેવલપ કરી રહ્યા છે સ્માર્ટફોન
જિયોના નવા 4G ફોનનું ફરી લોન્ચિંગ ત્યારે થવા જઈ રહ્યું છે જ્યારે જિયો અને ગૂગલ એન્ડ્રોઈડ સ્માર્ટફોનનું ભારતમાં ટ્રાયલ ચાલી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં ગૂગલે જિયો પ્લેટફોર્મમાં 7.7%ની ભાગીદારી માટે 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

આ વર્ષે જુલાઈમાં કંપનીની AGMમાં ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ભવિષ્યમાં 2G ફ્રી ભારત માટે કંપની ગૂગલ સાથે મળી કામ કરી રહી છે. તેના માટે ઓછી કિંમતમાં 4G અને 5G સ્માર્ટફોન ડેવલપ કરવામાં આવી રહ્યા છે. આ પહેલાં કંપનીએ 2017માં જિયો ફોન લોન્ચ કર્યો હતો, જેના આશરે 10 કરોડથી વધારે યુઝર્સ છે. તેમાંથી મોટા ભાગના યુઝર એવા છે જેઓ પ્રથમ વખત ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...