જિયોફોન નેક્સ્ટના શ્રીગણેશ:રિલાયન્સ-ગૂગલે દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન 'જિયોફોન નેક્સ્ટ' લોન્ચ કર્યો, જાણો ગૂગલના પિક્સલ ફોન પર અને અન્ય કંપનીઓ પર શું અસર થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનનો કેમેરા HDR, લૉ લાઈટ અને નાઈટ મોડ જેવાં ફીચર્સ સપોર્ટ કરશે
  • વોઈસ અસિસ્ટન્ટ, ઓટોમેટિક સ્ક્રીન ટેક્સ્ટ રીડર, લેન્ગવેજ ટ્રાન્સલેશન, ઓગ્મેન્ટેડ રિયાલિટી જેવાં એડવાન્સ ફીચર ફોન સપોર્ટ કરશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાની 44મી AGM (એન્યુઅલ જનરલ મીટિંગ)માં દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન 'જિયોફોન નેક્સ્ટ' લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનને રિલાયન્સ જિયો અને ગૂગલ બંનેએ મળીને ડેવલપ કર્યો છે. ફોન ગૂગલ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે. અર્થાત ફોન પર ગૂગલની અન્ય સર્વિસિસ પણ મળશે. કંપનીએ તેની કિંમત પર હજુ સસ્પેન્સ રાખ્યું છે.

જિયોફોન નેક્સ્ટની ભારતમાં શું અસર થશે? શું તેનાથી ગૂગલના પિક્સલ સ્માર્ટફોન સાથે અન્ય કંપનીઓની પ્રોડક્ટ પર અસર થશે? તેનાં ફીચર્સ અને કિંમત શું હશે? આવો જાણીએ આ તમામ સવાલોના જવાબ...

₹5000 કરતાં ઓછી કિંમત
જિયોફોન નેક્સ્ટ સ્માર્ટફોનના વેચાણના શ્રી ગણેશ 10 સપ્ટેમ્બર અર્થાત ગણેશ ચતુર્થીના દિવસથી થશે. તેની કિંમત વિશે હજુ સસ્પેન્સ યથાવત છે. મુકેશ અંબાણીનું કહેવું છે કે આ દેશ જ નહિ બલકે દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.

સવાલ એ થાય છે કે તે દુનિયાનો સસ્તો 4G હશે કે 5G. આ વિશે કંપનીના સુત્રોનું કહેવું છે કે આ ફોન 5G હશે જે 4G કનેક્ટિવિટી સપોર્ટ કરશે. તેની કિંમત 5000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

જિયોફોન નેક્સ્ટ સ્માર્ટફોનનાં ફીચર્સ

  • કંપનીએ આ સ્માર્ટફોનના ફોટોઝ શેર કર્યાં છે. તેના પરથી કહી શકાય કે તેમાં ટચસ્ક્રીન ડિસ્પ્લે મળશે, પરંતુ તેની સાઈઝ પર હાલ સસ્પેન્સ છે. ફોનના ફ્રન્ટમાં સેલ્ફી કેમેરા અને સેન્સર જોવા મળી રહ્યા છે.
  • ફોનની બેક સાઈડમાં સિંગલ રિયર AI કેમેરા અને તેની નીચે LED ફ્લેશ લાઈટ જોવા મળે છે. પાછળની તરફ જિયોનો લોગો પણ છે. બની શકે તે ફિંગર પ્રિન્ટ સેન્સરનું કામ કરે. સૌથી નીચે સ્પીકર ગ્રિલ આપેલી છે.
  • ફોનના રિયર કેમેરામાં HDR, લૉ લાઈટ અને નાઈટ મોડ જેવાં ફીચર્સ મળશે. ફ્રન્ટ કેમેરા માટે સ્નેપચેટ લેન્સ મળશે.
  • ફોનની રાઈટ સાઈડમાં ઉપરની તરફ વોલ્યુમ રોકર્સ અને તેની નીચે પાવર બટન છે. ફોનની લેફ્ટ સાઈડ ક્લીન છે.
  • ફોનની સ્ક્રીનને જોઈને કહી શકાય કે તે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે. તેમાં ગૂગલ એપ્સ અને જિયો એપ્સના ફોલ્ડર જોવા મળી રહ્યા છે.
  • વોઈસ અસિસ્ટન્ટ, ઓટોમેટિક સ્ક્રીન ટેક્સ્ટ રીડર, લેન્ગવેજ ટ્રાન્સલેશન, ઓગ્મેન્ટેડ રિયાલિટી જેવાં એડવાન્સ ફીચર ફોન સપોર્ટ કરશે.
  • આ ફોનમાં સતત અપડેટ્સ મળશે. ફોનને વર્લ્ડ ક્લાસ સિક્યોરિટી અને માલવેર પ્રોટેક્શન પણ મળશે.

ગૂગલના પિક્સલ સ્માર્ટફોન પર તેની અસર શું થશે?

રિલાયન્સે જિયોફોન નેક્સ્ટને ગૂગલ સાથે મળીને તૈયાર કર્યો છે. અર્થાત ફોનના સોફ્ટવેરની દેખરેખ ગૂગલ કરશે. જોકે ફોનમાં જિયો એપ્સ અને સર્વિસિસ પણ મળશે. ભારતમાં ગૂગલ પોતાના પિક્સલ સ્માર્ટફોન પણ વેચી રહી છે. પિક્સલ સ્માર્ટફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા છે. તેથી તે સ્પષ્ટ છે કે પિક્સલ અને નેક્સ્ટ વચ્ચે કોઈ ટક્કર નહિ રહે. એમ પણ પિક્સલ પ્રીમિયમ કેટેગરીવાળો સ્માર્ટફોન છે. જ્યારે જિયોફોન નેક્સ્ટ દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે.

ભારતમાં જિયોફોન નેક્સ્ટની શું અસર થશે?
મુકેશ અંબાણીએ AGM દરમિયાન ફોનનાં લોન્ચિંગ પર કહ્યું હતું કે '2G મુક્ત 5G યુક્ત'. અર્થાત કંપનીનું લક્ષ્ય દેશના 2G યુઝર્સને 5G પર શિફ્ટ કરવાનો છે. હાલ દેશમાં 45 કરોડ એવા લોકો છે જે સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરતાં. રિલાયન્સ જિયો અને ગૂગલનું ફોકસ આવા જ યુઝર્સ પર છે. ગૂગલના CEO સુંદર પિચાઈએ રિલાયન્સની AGM દરમિયાન કહ્યું હતું કે ભારતના લોકોને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવા માટે ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવા જરૂરી છે. તેથી રિલાયન્સનો અફોર્ડેબલ જિયોફોન નેક્સ્ટ તેના માટે મજબૂત પરિબળ સાબિત થશે.

જિયો નેટવર્કમાં 40 કરોડથી વધારે લોકો જોડાયા છે. એરટેલ અને Viની સરખામણીએ જિયોના સબસ્ક્રાઈબર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. 2025 સુધી ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 90 કરોડને પાર થઈ શકે છે. તેવામાં લોકોને ઈન્ટરનેટ અને 5G નેટવર્ક સાથે કનેક્ટ કરવા માટે જિયોફોન નેક્સ્ટ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

ચાઈનીઝ અને કોરિયન કંપનીને ટક્કર મળશે
દેશમાં હાલ સ્માર્ટફોનના 75%માર્કેટ પર ચાઈનીઝ કંપનીઓનો દબદબો છે. ખાસ કરીને શાઓમી, ઓપ્પો, વિવો, રિયલમી, વનપ્લસ જેવી કંપનીઓની બોલબાલા છે. સાઉથ કોરિયન કંપની સેમસંગ પણ ભારતમાં સારું પર્ફોર્મન્સ આપી રહી છે. તેવામાં જિયોફોન નેક્સ્ટ લોન્ચ થવાથી અન્ય કંપનીઓના માર્કેટ પર ખરાબ અસર થઈ શકે છે. કંપની જિયોફોનની જેમ નેક્સ્ટ ફોનમાં પણ લોભામણી ડેટા ઓફર આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...