હાય રે મોંઘવારી:આજથી એરટેલના ગ્રાહકોએ રિચાર્જ કરાવવા માટે 501 રૂપિયા વધારે ખર્ચવા પડશે, સૌથી સસ્તા પ્લાનમાં ₹20નો ભાવવધારો

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ એવરેજ રેવેન્યુ પર યુઝર વધારવા માટે ટેરિફ પ્લાન મોંઘા કર્યા

જો તમે એરટેલના ગ્રાહકો છો તો આજથી તમારે રિચાર્જ કરાવવા માટે વધારે પૈસા આપવા પડશે. કંપનીએ 4 દિવસ પહેલાં પ્રીપેઈડ પ્લાન મોંઘા કરવાની જાહેરાત કરી હતી. આજથી તમામ 12 પ્રીપેઈડ પ્લાન મોંઘા બન્યા છે. મિનિમમ 20 રૂપિયા અને મેક્સિમમ 501 રૂપિયાનો ભાવવધારો લાગુ થયો છે. Vi પણ ભાવવધારો લાગુ કરી ચૂકી છે. બંને કંપનીની નવી કિંમતો બાદ વિવિધ પ્લાન લગભગ એકસરખા બન્યા છે.

દેશમાં એરટેલના 35 કરોડ અને વોડાફોન આઈડિયાના 27 કરોડ યુઝર્સ છે. બંને કંપનીએ ARPU (એવરેજ રેવેન્યુ પર યુઝર) વધારવા માટે ટેરિફ પ્લાન મોંઘા કર્યા છે. ગ્રાફિક્સનાં માધ્યમથી સમજો કે એરટેલ અને Viના કયા પ્લાન કેટલા મોંઘા થયા છે...

આ 2 કારણે કંપનીએ ટેરિફ પ્લાન મોંઘા કર્યા

  • પ્રથમ: ભારતી એરટેલ અને Vi પર ઘણું દેવુ છે. એરટેલ પર માર્ચ 2021 સુધી 93.40 હજાર કરોડ રૂપિયાનું દેવુ હતુ જ્યારે Vi પર જૂન મહિના સુધી 1.90 લાખ કરોડ રૂપિયાનું દેવુ હતું. આ રકમમાં AGR (એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ) સહિત અન્ય રકમ સામેલ છે. AGR મામલે સુપ્રીમ કોર્ટે તમામ ટેલિકોમ કંપનીઓને બાકી રહેતી રકમ ચૂકવવા માટે 10 વર્ષનો સમય માગ્યો છે. એરટેલે ઓક્ટોબરમાં રાઈટ્સ ઈશ્યુના માધ્યમથી 21 હજાર કરોડ રૂપિયા ભેગા કર્યા. તો વોડાફોન આઈડિયાએ છેલ્લાં વર્ષે 20 હજાર કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી હતી જોકે હજુ તેને કોઈ ઈન્વેસ્ટર મળ્યા નથી.
  • બીજું: ટેલિકોમ કંપનીઓ ARPU વધારવા માગે છે. આ કિંમત વધારે તો કંપનીઓ તેમનુ દેવુ ઓછું કરી શકે છે. વોડાફોન આઈડિયાને બેંક પણ લોન આપવા માટે ઘસીને ના પાડે છે. એરટેલ દરેક યુઝર પર 155 રૂપિયાની કમાણી કરે છે નવા પ્લાન સાથે હવે આ આંકડો 165 રૂપિયાનો થયો છે. વોડાફોન આઈડિયા પ્રતિ ગ્રાહકે 109 રૂપિયાની આવક કરે છે. નવા પ્લાન અમલી બનતા હવે કંપનીને દરેક ગ્રાહકે 10 રૂપિયા વધારાના મળશે.

એરટેલ VS જિયો VS Vi

ત્રણેય ટેલિકોમ કંપનીમાંથી રિલાયન્સ જિયોના પ્લાન સૌથી સારા છે. નવી કિંમતો લાગુ થયા બાદ હવે Vi અને ભારતી એરટેલના પ્લાન લગભગ એકસરખા બન્યા છે. સૌથી સસ્તા પ્લાનમાં એરટેલ અને Viની સરખામણીએ જિયોનો પ્લાન 24 રૂપિયા સસ્તો છે. બંને કંપનીઓ કરતાં જિયોનો વાર્ષિક પ્લાન 500થી 600 રૂપિયા સસ્તો છે.

સૌથી ઓછા ARPUથી કંપનીને નુક્સાન થઈ રહ્યું છે: મહેશ ઉપ્પલ
ટેરિફ પ્લાન મોંઘા કરવા પર ટેલિકોમ મામલાના એક્સપર્ટ અને કોમફર્સ્ટના ડાયરેક્ટર મહેશ ઉપ્પલ જણાવે છે કે, ભારતમાં ટેલિકોમ કંપનીઓ સામે 2 સમસ્યા છે. પ્રથમ આપણા દેશમાં આખી દુનિયા કરતાં સૌથી ઓછો ARPU છે. કંપની ઈચ્છે છે કે ગમે તે રીતે આ કિંમત વધે. જો કોમ્પિટિટર કંપનીએ ભાવ ન વધાર્યા તો ભાવવધારો કરનાર કંપનીને બિઝનેસમાં ખોટ થઈ શકે છે.

બીજી સમસ્યા એ છે કે આપણા દેશમાં યુઝર્સ માટે પૈસા ઘણા મહત્ત્વના છે. ભાવવધારો થતાં ગ્રાહકો સસ્તી પડતી ટેલિકોમ કંપનીના શરણે જવાનું પસંદ કરે છે. એરટેલ અને Viએ ભાવવધારો લાગુ કર્યો પરંતુ જિયોએ હજુ આવી કોઈ જાહેરાત કરી નથી. બની શકે આ સ્થિતિમાં જિયોને વધારે ફાયદો થાય. જોકે હાલ માર્કેટમાં કોમ્પિટિશન ઓછું છે અને કંપનીઓ ડેટા રેવેન્યુ પર વધારે ફોકસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...