તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગુડ બાય શાઓમી, ઓપો એન્ડ વિવો:હવે સ્માર્ટફોન માર્કેટમાં મુકેશ અંબાણીનો દબદબો રહેશે, કંપની આ વર્ષના અંત સુધીમાં 10 કરોડ સસ્તા સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરશે; ડેટા પેકની સુવિધા પણ મળશે

8 દિવસ પહેલા
  • જિયોના સસ્તા સ્માર્ટફોન માર્કેટમાં ચાઈનીઝ કંપની શાઓમી, ઓપો અને વિવોનો સ્વદેશી વિકલ્પ બનશે
  • જિયોના અપકમિંગ સ્માર્ટફોન ગૂગલ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર તૈયાર થશે

જો તમે સ્વદેશી સસ્તા 4G એન્ડ્રોઈડ સ્માર્ટફોનની શોધમાં છો તો ટૂંક સમયમાં તે પૂરી થશે. ટેલિકોમ સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કર્યા બાદ હવે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી તેના સ્માર્ટફોન માર્કેટને એક્સ્પાન્ડ કરવા માગે છે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ જિયો આ વર્ષે ડિસેમ્બર સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતના સમયગાળામાં 10 કરોડ સસ્તા 4G સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરશે. કંપની ફોન સાથે ડેટા પ્લાન પણ ઓફર કરી શકે છે.

ગૂગલના એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર તૈયાર થશે સ્માર્ટફોન
જિયોના અપકમિંગ સ્માર્ટફોન ગૂગલ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર તૈયાર થશે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ અનુસાર, જિયોના અપકમિંગ સ્માર્ટફોન ગૂગલની પાર્ટનરશિપ સાથે લોન્ચ થશે. આ વર્ષે જુલાઈ મહિનામાં જ ગૂગલે જિયોમાં 4.5 બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ત્યારે જિયોએ જણાવ્યું હતું કે ગૂગલ એક સસ્તા એન્ડ્રોઈડ વર્ઝન પર કામ કરે છે અને આ વર્ઝન સાથે તેનો સ્માર્ટફોન લોન્ચ કરશે.

ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓને ટક્કર મળશે
ભારત સસ્તા સ્માર્ટફોનનું મોટું માર્કેટ છે. તેવામાં જિયોના સ્માર્ટફોનથી શાઓમી, રિઅલમી, ઓપો અને વિવોને ટક્કર મળશે. સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગનો કારોબાર પણ પ્રભાવિત થઈ શકે છે. ભારતમાં 2 બિલિયન ડોલરના સ્માર્ટફોન માર્કેટ પર ચાઈનીઝ કંપનીઓનો દબદબો છે.

રિલાયન્સ જિયોના ફીચર ફોન પહેલાંથી જ માર્કેટમાં ઉપલબ્ધ
રિલાયન્સે વર્ષ 2017માં જિયો ફોન લોન્ચ કરી આ સેગમેન્ટમાં એન્ટ્રી મારી હતી. જિયો ફોનના હવે 10 કરોડથી વધારે ગ્રાહકો છે. કંપની હાલ જિયો ફોન 5 પર કામ કરી રહી છે. તે પણ એક ફીચર ફોન હશે છે 4G સપોર્ટ કરશે. તેની પ્રારંભિક કિંમત 399 રૂપિયા હોઈ શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો