ઘરે બેઠાં અમરનાથ યાત્રા:બાબા બર્ફાનીના ભક્તોને રિલાયન્સ જિયો અમરનાથની વર્ચ્યુઅલ યાત્રા કરાવશે, જિયોટીવી પર તેની ચેનલ શરૂ થઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિયોટીવી પર 'શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ' ચેનલ પર બાબાના લાઈવ દર્શન થશે
  • ભક્તો વીડિયો કોન્ફરન્સિંગ એપ જિયોમીટનાં માધ્યમથી લાઈવ પૂજા અને હવન વગેરે પણ કરાવી શકશે

રિલાયન્સ જિયોએ બાબા બર્ફાનીના દર્શન માટે જિયોટીવી પર 'શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ' નામથી એક નવી ચેનલ શરૂ કરી છે. અહીં કરોડો ભક્ત બાબાના ઓનલાઈન દર્શન કરી શકશે. સવારે અને સાંજે થનારી બાબાની વિશેષ આરતી હવે શ્રદ્ધાળુ જિયોટીવી પર લાઈવ જોઈ શકશે. અહીં અમરનાથથી લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. ભક્ત વીડિયો કોન્ફરન્સિંગ એપ જિયોમીટનાં માધ્યમથી લાઈવ પૂજા, લાઈવ હવન વગેરે પણ કરાવી શકશે.

જિયોમીટ પર ભક્તોને વર્ચ્યુઅલ પૂજાઘર મળશે, તેમાં ભક્તો સિવાય શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના પૂજારી પણ વર્ચ્યુઅલી હાજર રહેશે. પૂજા અથવા હવન પૂજારી પવિત્ર ગુફામાં ભક્તના નામ અને ગૌત્રના ઉચ્ચારણ સાથે કરશે. મંત્રો અને શ્લોક સાથે થનારી વર્ચ્યુઅલ પૂજાનો અહેસાસ અમરનાથ ગુફામાં બેસીને થનારી પૂજા જેવો જ થશે.

મોબાઈલ એપથી બુકિંગ કરી શકાશે
વર્ચ્યુઅલ લાઈપ પૂજાને બોર્ડની વેબસાઈટ www.shriamarnathjishrine.com અને બોર્ડની મોબાઈલ એપ્લિકેશનનાં માધ્યમથી બુક કરાવી શકાશે. એક વખત બુકિંગ પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ ભક્તોને જિયોમીટ પર એક લિંક મોકલવામાં આવશે અને તેઓ પોતાના બુકિંગ સમયે તેમાં સામેલ થઈ શકે છે.

અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી
જમ્મુ કાશ્મીર પ્રશાસને આ વર્ષે કોરોનાને કારણે અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાકાળમાં યાત્રા રદ્દ કરવાનું આ સતત બીજું વર્ષ છે. ભક્તોના મનમાં બાબા ના દર્શન ન કરવાનું દુ:ખ ન રહે તેના માટે મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ અને ખરાબ વાતાવરણ હોવા છતાં રિલાયન્સ જિયોએ થોડાક દિવસમાં લાઈવ સ્ટ્રીમિંગ માટે બેઝિક સ્ટ્રક્ચર તૈયાર કરી લીધું છે. બેન્ડવિથ માટે અમરનાથજીના બેઝ કેમ્પ બાલટાલથી અમરનાથ ગુફા સુધી અનેકો કિલોમીટર સુધી ફાઈબર કેબલ કનેક્ટ કરવામાં આવ્યો છે.

દુનિયાના દરેક ખૂણેથી દર્શન કરી શકાશે
જિયોના ગ્રાહકો સાથે અન્ય યુઝર્સ પણ બાબા બર્ફાનીના દર્શનનો લાભ ઉઠાવી શકશે. રિલાયન્સ જિયોએ જિયોચેટ પર 'અમરનાથ દર્શન ચેનલ' બનાવી છે. પ્લે સ્ટોર્સ પર ફ્રીમાં જિયોચેટ એપનાં માધ્યમથી દુનિયાના કોઈ પણ ખૂણેથી ભક્ત બાબાના દર્શન કરી શકશે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ, જિયોચેટની આ ચેનલનો ઉપયોગ પોતાના અનુયાયીઓને સૂચના આપવા, લાઈવ આરતીનો સમય જણાવવા, દાન પદ્ધતિ વગેરેના વિવરણ અને પ્રસાદની હોમ ડિલિવરીની માહિતી આપવા માટે કરશે.

ભોલેનાથની આરાધના મ્યુઝિક વગર અધૂરી છે. ભોલેનાથના ભક્તો માટે જિયોસાવને ભક્તિગીતો, આરતી, સ્તુતિ અને ભજનોથી ભરપૂર 'ચલો અમરનાથ'નાં નામથી એક પ્લે લિસ્ટ બનાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...