તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

TRAIનો રિપોર્ટ:દેશભરમાં જિયોના કુલ ટેલિકોમ યુઝર્સ 41 કરોડથી વધારે, 15 મહિના બાદ Viને 6.5 લાખ નવા ગ્રાહક મળ્યા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એરટેલે નવા 95 લાખ સબસ્ક્રાઈબર્સને પોતાની તરફ ખેંચ્યા
  • જિયોનો કસ્ટમર માર્કેટ શેર 35.43%થી વધીને 35.54% થયો તો એરટેલનો માર્કેટ શેર 29.72%થી વધીને 29.83% થયો

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 414. 9 મિલિયન અર્થાત 41 કરોડથી વધારે થઈ છે. TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના ડેટા પ્રમાણે રિલાયન્સ જિયો પર ફેબ્રુઆરી 2021માં 42 લાખ સબસ્ક્રાઈબર્સ જોડાયા છે. 15 મહિના બાદ Vi (વોડાફોન આઈડિયા)ના કસ્ટમર્સની સંખ્યા પણ વધી છે.

ઓક્ટોબર 2019 બાદ Viને આટલી મોટી સંખ્યામાં નવા સબસ્ક્રાઈબર્સ મળ્યા છે. ગયા ફેબ્રુઆરીમાં Vi સાથે 6.5 લાખ નવા સબસ્ક્રાઈબર્સ જોડાયા છે. આ આંકડા સાથે હવે કુલ 28 કરોડથી વધારે સબસ્ક્રાઈબર્સ Vi પાસે છે. બીજી તરફ એરટેલે આ સમયગાળામા નવા 37 લાખ સબસ્ક્રાઈબર્સને પોતાની તરફ આકર્ષિત કર્યા છે.

ખેડૂત આંદોલનથી જિયોને નુક્સાન
ખેડૂત આંદોલનને લીધે રિલાયન્સ જિયો વિરોધના વંટોળ જામ્યા હતા. તેને લીધે કંપનીને નુક્સાન થયું હતું. જોકે આ મામલો શાંત થતાં ગ્રાહકો ફરી જિયો સાથે જોડાયા હતા. જિયોએ જાન્યુઆરી 2021માં 19 લાખ અને ફેબ્રુઆરી 2021માં 42 લાખ નવા સબસ્ક્રાઈબર્સ કનેક્ટ કર્યા છે.

બીજી બાજુ જાન્યુઆરીમાં એરટેલે 58 લાખ નવા સબસ્ક્રાઈબર્સને પોતાની તરફ ખેંચ્યા છે. જોકે ફેબ્રુઆરીમાં માત્ર 37 લાખ જ નવા સબસ્કાઈબર્સે તેના પર ભરોસો કર્યો. 2 મહિનામાં કંપની સાથે કુલ 95 લાખ નવાં ગ્રાહકો જોડાયા છે.

જિયો પાસે 42. 63 કરોડ સબસ્ક્રાઈબર્સ
રિલાયન્સ જિયોના જણાવ્યા પ્રમાણે પ્રથમ ક્વાર્ટરમાં તેની પાસે 42.62 કરોડ નવા સબસ્ક્રાઈબર્સ આવી ચૂક્યા છે. ડિસેમ્બર 2020માં એરટેલના 30.8 કરોડ સબસ્ક્રાઈબર્સ અને વોડાફોન આઈડિયાના 26.98 કરોડ સબસ્ક્રાઈબર્સ હતા. બંને કંપનીઓએ માર્ચ મહિનાના આંકડા જાહેર કર્યા નથી.

જિયો અને એરટેલનો માર્કેટ શેર વધ્યો
TRAIના રિપોર્ટ પ્રમાણે, ફેબ્રુઆરીમાં અલગ અલગ ટેલિકોમ કંપનીઓએ કુલ 82 લાખ નવા સબસ્ક્રાઈબર્સને પોતાના બનાવ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં કુલ 0.44% અને શહેરી વિસ્તારમાં 0.94%નો મંથલી ગ્રોથ થયો છે. આ દરમિયાન રિલાયન્સ જિયો અને એરટેલનો કસ્ટમર માર્કેટ શેર વધ્યો છે. જિયોનો કસ્ટમર માર્કેટ શેર 35.43%થી વધીને 35.54% થયો છે. તો એરટેલનો માર્કેટ શેર 29.72%થી વધીને 29.83% થયો છે. BSNL-MTNL પાસે માત્ર 10% માર્કેટ શેર છે.

મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં જિયો નંબર 1
ફેબ્રુઆરી 2021માં મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 7.66 કરોડ થઈ છે. TRAIના રિપોર્ટ પ્રમાણે, મધ્યપ્રદેશ છત્તીસગઢમાં રિલાયન્સ જિયોએ ફેબ્રુઆરી 2021માં 3.5 લાખ નવા ગ્રાહકોને પોતાની તરફ ખેંચ્યા છે. હવે જિયોના 3.37 કરોડ ગ્રાહક છે. તો એરટેલના 2.69 લાખ વધી 1.52 કરોડ બન્યા છે. વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સંખ્યા ઘટી 2.13 કરોડ થઈ છે. BSNLના ગ્રાહકોની સંખ્યા 62.5 લાખ થઈ છે.