દિવાળીએ જિયોફોન નેક્સ્ટ લોન્ચ થશે:સુંદર પિચાઈએ કહ્યું, મેડ ફોન ઈન્ડિયા સ્માર્ટફોન માટે ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ ‘પ્રગતિ’ રેડી, પ્રીમિયમ સ્માર્ટફોન જેવા જ ફીચર્સ મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સ્માર્ટફોન જિયો અને ગૂગલ એ બંનેએ ભેગા મળીને બનાવ્યો છે

ગૂગલના CEO સુંદર પિચાઈએ જિયોફોન નેક્સ્ટની લોન્ચિંગ ડેટ જાહેર કરી છે. સુંદર પિચાઈએ કહ્યું, અમે રિલાયન્સની સાથે મળીને મેડ ફોર ઈન્ડિયા અફોર્ડેબલ સ્માર્ટફોન રેડી કર્યો છે. આ ફોનમાં પ્રીમિયમ સ્માર્ટફોનની જેમ જ ફીચર્સ મળશે. આ ફોન દિવાળી સુધીમાં લોન્ચ થઈ જશે. 4 નવેમ્બરના રોજ દિવાળી છે, આથી ફોન 4 નવેમ્બર કે તેના એક-બે દિવસ પહેલાં લોન્ચ થઈ શકે છે. આ સ્માર્ટફોન જિયો અને ગૂગલ એ બંનેએ ભેગા મળીને બનાવ્યો છે.

ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના રિઝલ્ટ પછી સુંદર પિચાઈએ અર્નિંગ કોલ ઇવેન્ટમાં જિયોફોન નેક્સ્ટનું લોન્ચિંગ કર્યું છે. ગૂગલના CEOએ કહ્યું, ભારત પર કોરોના મહામારીની ખરાબ અસર પડી. પરંતુ આ દરમિયાન ફીચર ફોનથી સ્માર્ટફોન પર શિફ્ટ થનારા ગ્રાહકોની સંખ્યા પણ ઝડપથી વધી. આ દરમિયાન જિયોફોન નેક્સ્ટ એક જોરદાર સ્માર્ટફોન સાબિત થશે. સ્માર્ટફોનની લોન્ચિંગ ડેટ બાબતે જ્યારે અમે જિયો સાથે વાત કરી ત્યારે કંપનીએ દિવાળીના દિવસે ફોન લોન્ચ કરવાની વાત કન્ફર્મ કરી. જો કે. ફોન દિવાળીના આગલા દિવસે એટલે કે 3 નવેમ્બરે પણ લોન્ચ થઈ શકે છે.

મેકિંગ ઓફ જિયોફોન નેક્સ્ટનો વીડિયો શૅર કર્યો
કંપનીએ 2 દિવસ પહેલાં મેકિંગ ઓફ જિયોફોન નેક્સ્ટનો વીડિયો જાહેર કર્યો હતો. આ ફોન લાખો ભારતીયોનું જીવન કેવી રીતે બદલશે તેની ઝલક કરાવી છે. સ્માર્ટફોન પ્રગતિ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. પ્રગતિ OS સિસ્ટમ જિયો અને ગૂગલની ટીમે બનાવી છે. ફોનનું પ્રોસેસર ક્વોલકૉમે બનાવ્યું છે. ઓછી કિંમતમાં પણ યુઝર્સને સારું એક્સપીરિયન્સ મળશે.

જિયોફોન નેક્સ્ટના ફીચર્સ
​​​​​​​
ફોનમાં 5.5 ઇંચની મોટી ડિસ્પ્લે હશે. આ ફોન 5G નહીં હોય. તેમાં 4Gની સાથે અન્ય બીજા કનેક્ટિવિટી ઓપ્શન મળશે. તે ગૂગલની એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે.

  • ફોનની ડિસ્પ્લેઃ ફોનમાં 5.5 ઈંચની HD LED ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 720 x 1600 પિક્સલ છે. તે સંપૂર્ણ રીતે ટચસ્ક્રિન ડિસ્પ્લે છે, જે મલ્ટી ટચ અને મલ્ટી કલર્સને સપોર્ટ કરે છે. ફોનનો આસપેક્ટ રેશિયો 18:9 છે. તેની પિક્સલ પર ઈંચ ડેનસિટી 319 ppi છે. ફોટો જોઈને એ જાણી શકાય છે કે તેમાં થ્રી સાઈડ સ્મોલ બેઝલ મળશે.
  • પ્રોસેસર, રેમ અને સ્ટોરેજઃ ફોનમાં 1.4GHz ક્વાડકોર પ્રોસેસર મળશે. જેને 2GB રેમની સાથે કનેક્ટ કરી શકાશે. ફોનમાં રેમનો બીજો ઓપ્શન નહીં મળે. તેમજ ફોનની ઓનબોર્ડ સ્ટોરેજ 16GB છે. ફોનમાં 128GB માઈક્રો SD કાર્ડ પણ ઈન્સ્ટોલ કરી શકાશે. આ રીતે ફોનની કૂલ સ્ટોરેજ 144GB થઈ જશે.
  • ફોનનો કેમેરાઃ ફોનના ફોટોથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમાં રિયર અને ફ્રંટ બંને કેમેરા મળશે. બંને સિંગલ કેમેરા હશે. 91 મોબાઈલ્સ દ્વારા શેર કરવામાં આવેલા સ્પેસિફિકેશનના અનુસાર, તેમાં 5 મેગાપિક્સલનો રિયર કેમેરા મળશે. તેનાથી 2592 x 1944 પિક્સલ રિઝોલ્યુશનનો ફોટો કેપ્ચર કરી શકાશે. સારી ફોટોગ્રાફી માટે તેમાં LED ફ્લેશ પણ મળશે. ફોન ડિજિટલ ઝૂમને સપોર્ટ કરશે. તેમજ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 2 મેગાપિક્સલનો કેમેરા મળશે.​​​​​​​
  • બેટરી અને OS: ફોનમાં 2,500mAhની રિમૂવેબલ લિથિયમ બેટરી મળશે. તેમજ ચાર્જિંગ માટે USB પોર્ટ મળશે. બેટરી બેકઅપ શું હશે, તે વિશે જાણકારી શેર કરવામાં નથી આવી. જો કે આટલા પાવરની બેટરીથી ફોનને 12થી 15 કલાક સુધી સરળતાથી ચલાવી શકાય છે. ​​​​​​​
  • નેટવર્ક અને કનેક્ટિવિટીઃ ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સ્લોટ મળશે. તે 4G, 4G VoLTE, 3G, 2G નેટવર્કને સપોર્ટ કરશે. તેમાં Wi-Fi 802.11, મોબાઈલ હોટસ્પોટ, બ્લૂટૂથ, GPS અને USB કનેક્ટિવિટી મળશે. ફોનમાં 3.5mm ઓડિયો જેકની સાથે લાઉડસ્પીકર પણ મળશે. જો કે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેંસર નહીં મળે. એટલે કે ફોનના બેકમાં જે જિયોનો લોગો આપવામાં આવ્યો હશે ત્યાં કોઈ સ્કેનર નહીં હોય.