4 મહિનામાં બીજી વખત જિયો સર્વિસ ડાઉન:મુંબઈ, ઠાણેમાં કોલિંગ અને ઈન્ટરનેટ બંધ, કંપનીએ યુુઝર્સને મેસેજમાં કહ્યું- સાંજે 7 વાગ્યા સુધી સર્વિસ રીસ્ટોર થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિયો નેટવર્ક સાથે ઘણા યુઝર્સની જિયોફાઈબરની સર્વિસ પણ ઠપ થઈ
  • ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં 8 કલાક માટે જિયોનું નેટવર્ક ડાઉન થયું હતું

રિલાયન્સ જિયોની સર્વિસ મુંબઈ સર્કલમાં ડાઉન થઈ છે. તેને કારણે મુંબઈ, ઠાણે અને નવી મુંબઈમાં જિયોની મોબાઈલ અને ઈન્ટરનેટ સર્વિસ ઠપ થઈ છે. જિયો યુઝર્સ સાથે સંપર્ક કરવો પણ મુશ્કેલ બન્યું છે. ઘણા યુઝર્સે નેટવર્ક ડાઉનની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. ઈવન દેશભરમાં જિયોફાઈબરની સર્વિસમાં પણ સમસ્યાની વાત સામે આવી રહી છે.

બીજી તરફ નોન જિયો નંબરવાળા યુઝર્સને કોલ કનેક્ટ કરવામાં સમસ્યા થઈ રહી છે. વહેતા સમાચારો પ્રમાણે, જિયોએ કથિત રીતે મુંબઈમાં નેટવર્ક બંધ કર્યું છે. આ બ્રેકડાઉન શા માટે થયું તેનું કારણ હજુ સસ્પેન્સ જ છે. દેશમાં રિલાયન્સ જિયોના 44 કરોડ યુઝર્સ છે. તેમાં મહારાષ્ટ્રના 3.5 કરોડથી વધારે અને મુંબઈમાં 1.5 કરોડથી વધારે યુઝર્સ છે.

જિયોફાઈબર યુઝર્સને કંપનીના મેસેજ મળી રહ્યા છે
મુંબઈમાં નેટવર્ક ડાઉન સાથે દેશભરમાં ઘણા યુઝર્સની જિયોફાઈબર સર્વિસ પણ ખોરવાઈ છે. મધ્યપ્રદેશના જિયોફાઈબર યુઝર્સને કંપની આઉટેજનો મેસેજ મોકલી રહી છે. મેસેજ પ્રમાણે સાંજે 7 વાગ્યા સુધી સર્વિસ ફરી શરૂ થઈ જશે.

ટ્વિટર પર યુઝર્સે ફરિયાદ અને મીમ્સનો ઢગલો
મુંબઈમાં રિલાયન્સ જિયોના ઘણા યુઝર્સે ફરિયાદ કરી છે કે તેઓ કોલ રિસીવ કરી શકતા નથી. આ સાથે તેઓ ઈન્ટરનેટ પણ વાપરી શકતા નથી. યુઝર્સને 'Not registered on network'નો મેસેજ મળી રહ્યો છે. કેટલાક યુઝર્સની ફરિયાદ છે કે તેઓ છેલ્લા 3 દિવસથી આ સમસ્યા ભોગવી રહ્યા છે.

ઓક્ટોબરમાં 8 કલાક સુધી યુઝર્સને તકલીફ પડી હતી
ઓક્ટોબરમાં રિલાયન્સ જિયોનું નેટવર્ક ડાઉન થયું હતું. તે સમયે 8 કલાક સુધી ન તો કોલ થઈ રહ્યા હતા ન ઈન્ટરનેટ ચાલતું હતું. કંપનીના સોર્સના જણાવ્યા પ્રમાણે, આ નેટવર્ક ડાઉન આખા દેશમાં નહોતું થયું પરંતુ કેટલાક રાજ્યોમાં જ થયું હતું. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યોમાં યુઝર્સને સમસ્યા થઈ હતી. તે સમયે ટ્વિટર પર #jiodown ટ્રેન્ડ થઈ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...