ટેક ન્યૂઝ:રિલાયન્સ જિયો આ દિવસે ભારતભરમાં 5G સેવા શરૂ કરી શકે છે, આકાશ અંબાણીએ સંકેત આપ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

5G ઓક્શન પૂરો થયો ને 40 રાઉન્ડમાં સાત દિવસ સુધી બોલી લગાવ્યા બાદ 5G સ્પેક્ટ્રમની હરાજીથી 1.5 ટ્રિલિયન રૂપિયા (150,173 કરોડ રૂપિયા)થી વધુની આવક થઈ છે. જ્યારે 5G હરાજીનું કેન્દ્રબિંદુ હતું એટલે સરકારે 10 ફ્રિક્વન્સી બેન્ડમાં 72.09 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમનું વેચાણ શરૂ કર્યું હતું. આ ઓક્શન પૂરુ થતાં જ રિલાયન્સ જિયો તરફથી 5G સેવાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રિલાયન્સ જિયો દેશભરમાં 5G સેવા રોલઆઉટ કરવાની તૈયારીમાં છે. કંપનીએ હજુ 5G પ્લાન્સ અને ટ્રાયલ વિશે વધુ માહિતી શેર કરી નથી. જ્યારે અન્ય ટેલિકોમ કંપનીઓ જેવી કે વોડાફોન આઈડિયા (VI)અને ભારતી એરટેલની 5G સેવા સાથે જોડાયેલી અમુક વિગતો સામે આવી હતી.

જો કે, રિલાયન્સ જિયો તરફથી હાલ એવાં સંકેત મળતાં નજરે પડી રહ્યા છે, કે તેની 5Gસેવા 15 ઓગષ્ટનાં રોજ દેશભરમાં રિલીઝ થઈ શકે છે. આ અંગે રિલાયન્સ જિયોનાં ચેરમેન આકાશ અંબાણીએ સંકેત આપ્યાં છે. તેમણે કહ્યું છે, કે તે આઝાદીનો અમૃત મહોત્સવ ભારતભરમાં 5Gસેવાનાં રોલઆઉટ સાથે ઉજવશે. આકાશ અંબાણીનાં મત મુજબ જિયો યુઝર્સને વર્લ્ડ ક્લાસ 5Gસેવા એકદમ સસ્તાં ભાવે મળશે. તમને જણાવી દઈએ કે, સ્પેક્ટ્રમની હરાજી દરમિયાન કંપનીએ એટલા સ્પેક્ટ્રમ ખરીદ્યા છે કે તે મોટાપાયે દેશમાં 5Gસેવા શરૂ કરી શકે છે.

આ ટેલિકોમ કંપનીએ આ સ્પેક્ટ્રમની હરાજીમાં 88,078 કરોડથી પણ વધુ રૂપિયા વધુ ખર્ચ કર્યા છે અને તેનાં કારણે તેમની પાસે એરવેવ્સ પણ છે, જે અન્ય ટેલિકોમ કંપનીઓ પાસે નથી. જિયો એકમાત્ર એવી ટેલિકોમ કંપની છે જેની પાસે આ સમયે 700 મેગાહર્ટ્ઝ એરવેવ્સ છે. આનાથી તેને બાકી ટેલિકોમ કંપનીઓ કરતાં વધુ ફાયદો મળશે.

હવે આકાશ અંબાણીએ 5G લોન્ચને લઈને ખૂબ જ સ્પષ્ટ વાત કરી છે.પરંતુ, જિયો તેને અંજામ આપી શકશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે ભારત પાસે અત્યારે કોઈ 5G નેટવર્ક નથી. અત્યાર સુધીનાં તમામ 5G નેટવર્ક ટ્રાયલ માટે હતાં, જેના માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ સ્પેક્ટ્રમ આપ્યું હતું. આપણે તેના વિશે વધુ માહિતી માટે રાહ જોવી પડશે. આ માટે યૂઝર્સને 5G સિમની પણ જરૂર પડશે. આ સિવાય જો તે આમ કરવામાં સફળ રહે છે તો તેને બાકીની ટેલિકોમ કંપનીઓ કરતાં વધુ ફાયદો મળશે.