રિલાયન્સ જિઓએ 251 રૂપિયાનો ‘વર્ક ફ્રોમ હોમ’ ડેટા પ્લાન લોન્ચ કર્યો

Reliance Jio launches 'Work from home' data plan worth Rs 251
X
Reliance Jio launches 'Work from home' data plan worth Rs 251

  • પ્લાનની વેલિડિટી 51 દિવસની છે. આ પ્લાન માત્ર પ્રિપેઈડ યુઝર્સ માટે છે.
  • પ્રતિદિવસ 2 GB લિમિટની પૂરી થતાં યુઝર્સ 64 kbpsની મહત્તમ સ્પીડનો લાભ ઉઠાવી શકશે

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 05:35 PM IST

ગેજેટ ડેસ્ક: કોરોનાવાઈરસને લીધે ‘વર્ક ફ્રોમ હોમְ’નું વલણ વધ્યું છે. તેમાં ઈન્ટરેન્ટની સુવિધા ઉપયોગી બનતી હોય તેવા લોકો માટે રિલાયન્સ જિઓએ સ્પેશલ 251 રૂપિયાનો ‘વર્ક ફ્રોમ હોમ’ ઈન્ટરનેટ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં પ્રતિ દિવસ 2GB ડેટા મળશે.

પ્લાનની વેલિડિટી 51 દિવસની છે. આ પ્લાન માત્ર પ્રિપેઈડ યુઝર્સ માટે છે. યુઝર્સને કુલ 102 GB ડેટા મળશે. પ્રતિદિવસ 2 GB લિમિટની પૂરી થતાં યુઝર્સ 64 kbpsની મહત્તમ સ્પીડનો લાભ ઉઠાવી શકશે. જોકે આ પ્લાનમાં યુઝરને SMS અને કોલિંગની સર્વિસનો લાભ નહીં મળે. માયજિઓ એપ અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર આ પ્લાનનો ઉલ્લેખ ‘4G data vouchers ’ સેક્શનમાં કર્યો છે.

જિઓ કંપનીએ ગત અઠવાડિયે ‘4G data vouchers ’ પ્લાન રિવાઈઝ કર્યા છે. 11 રૂપિયાવાળા પ્લાનમાં 800MB ડેટા અને 75 મિનિટ નોનજિઓ કોલિંગ મળશે. 21 રૂપિયાવાળા પ્લાનમાં 2GB ડેટા અને 200 મિનિટ નોનજિઓ કોલિંગ મળશે. 51 રૂપિયાવાળા પ્લાનમાં 6GB ડેટા અને 500 મિનિટ નોનજિઓ કોલિંગ મળશે. 101 રૂપિયાવાળા પ્લાનમાં 12GB ડેટા અને 1000 મિનિટ નોનજિઓ કોલિંગ મળશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી