સુવિધા:હવે દર મહિને રિચાર્જ કરાવવાની કોઈ મગજમારી નહિ રહે, જિયોની નવી ઓટોપે સર્વિસ શરૂ કરવાની પ્રોસેસ જાણો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MyJio એપથી યુઝર્સ UPI ઓટોપેનો ઉપયોગ કરી શકશે
  • આ સર્વિલ માટે યુઝર્સે બેંક અકાઉન્ટ અથવા ડેબિટ કાર્ડ UPI ઓટો પે સાથે લિંક કરવું પડશે

રિલાયન્સ જિયો અને NPCI (નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)એ ટેલિકોમ ઈન્ડસ્ટ્રી માટે UPI ઓટો પે સર્વિસ લોન્ચ કરી છે. આ સર્વિસથી યુઝર્સે હવે વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટ નહિ રહે. જિયો યુઝર્સ પોતાના ફેવરિટ ટેરિફ પ્લાન માટે UPI ઓટોપેનો ઉપયોગ MyJio એપથી કરી શકશે. ગ્રાહકોને આ પ્રકારની સર્વિસ આપનારી જિયો પ્રથમ ટેલિકોમ કંપની બની છે.

UPI ઓટોપે
પ્લાનની વેલિડિટી પૂરી થવાની તારીખ યાદ ન રહેવાની સમસ્યા ઘણા યુઝર્સની હોય છે. સમયસર રિચાર્જ ન કરવામાં આવે તો યુઝર્સની સર્વિસ બંધ થઈ જાય છે. તેથી યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખી જિયોએ આ સર્વિસ લોન્ચ કરી છે. ગ્રાહકે બેંક અકાઉન્ટ અથવા ડેબિટ કાર્ડને UPI ઓટોપે સર્વિસ સાથે લિંક કરવું પડશે.

ગમે ત્યારે સર્વિસ બંધ કરાવી શકાશે
જિયોના ગ્રાહકો MyJio એપ પર આ સર્વિસ ઓન કરી શકશે. 5000 રૂપિયાના રિચાર્જ સુધી ગ્રાહકે કોઈ UPI પિન સબમિટ નહિ કરવો પડે, પરંતુ 5000 રૂપિયા કરતા વધારે કિંમતના રિચાર્જ પર UPI પિન સબમિટ કરવો પડશે. જિયો યુઝર સમયાંતરે પોતાના ટેરિફ પ્લાન અપડેટ કરી શકશે ઈવન પ્લાન પણ બદલી શકાશે. ગ્રાહકો આ સર્વિસ ગમે ત્યાર બંધ પણ કરાવી શકશે.

સિક્યોરિટીનું કોઈ ટેન્શન નહિ
NPCIના ચીફ ઓફ પ્રોડક્ટ ઓફિસર કૃણાલે જણાવ્યું કે, જિયો સાથે પાર્ટનરશિપથી ગ્રાહકોનો એક્સપિરિઅન્સ ઘણો બદલાઈ જવાનો છે. સાથે જ NPCI તરફથી જિયોના ગ્રાહકોને એક્સ્ટ્રા સિક્યોરિટી મળશે. NPCI તરફથી દાવો કરાયો છે કે UPI બેઝ્ડ ઓટોપે સર્વિસ સંપૂર્ણ રીતે સિક્યોર છે.

બીજી કંપનીઓ પણ સર્વિસ શરૂ કરશે
રિલાયન્સ જિયોની આ સર્વિસ પ્રીપેડ યુઝર્સ માટે છે. અર્થાત પોસ્ટપેડ યુઝર્સે મેન્યુઅલી રિચાર્જ કરાવવું પડશે. જિયો બાદ હવે એરટેલ અને Vi પણ આ પ્રકારની સર્વિસ લોન્ચ કરી શકે છે.

જિયોની ન્યૂ યર ગિફ્ટ
કંપનીએ 499 રૂપિયાનો પ્લાન રી-લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં ડિઝ્ની+ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તમામ પ્રીપેઈડ પ્લાનની કિંમત વધાર્યા બાદ કંપનીએ 499 રૂપિયાનો પ્લાન બંધ કર્યો હતો. જોકે કંપનીએ ફરી તેને રી લોન્ચ કર્યો છે. આ સાથે જ કંપનીએ હેપ્પી ન્યૂ યર પ્લાનની અવેલેબિલિટી વધારી છે.

આ પ્લાનમાં દરરોજ 2GBનો ડેટા મળે છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64kbpsની થઈ જશે. આ પ્લાન 28 દિવસની વેલિડિટીનો છે. તેમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. આ સાથે ડિઝ્ની+ હોટસ્ટારનું વાર્ષિક સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે. જિયો સિનેમા, જિયો ટીવી સહિતની કંપનીની એપ્સનો એક્સેસ પણ મળે છે.