સૌથી સસ્તું જિયો હવે મોંઘુ બન્યું:ગ્રાહકોને ડિઝ્નીપ્લસ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન 601 રૂપિયામાં પડશે, 1 ડિસેમ્બર પહેલાં આની કિંમત 499 રૂપિયા હતી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિઝ્નીપ્લસ હોટસ્ટારના સબસ્ક્રિપ્શનવાળા સૌથી વધારે પ્લાન વોડાફોન આઈડિયા પાસે છે
  • તેમાં સૌથી સસ્તો પ્લાન 501 રૂપિયાવાળો છે

રિલાયન્સ જિયોના બધા પ્રીપેડ પ્લાન મોંઘા થઈ ગયા છે. આ ભાવવધારો 1 ડિસેમ્બરથી લાગુ થઈ ગયો છે. નવી કિંમતોની સાથે કંપનીએ ઘણા પ્રીપેડ પ્લાન્સમાં ડિઝ્નીપ્લસ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન પણ પૂરું કરી દીધું છે. આની પહેલાં કંપની 5 પ્લાન પર ડિઝ્નીપ્લસ હોટસ્ટાર પર સબસ્ક્રિપ્શન આપતી હતી, હવે આ સબસ્ક્રિપ્શન માત્ર એક જ પ્લાન પર મળશે. જિયોની સરખામણીએ સૌથી સસ્તું સબસ્ક્રિપ્શન Vi ઇન્ડિયા આપી રહી છે. એરટેલના પ્લાન પણ જિયો કરતાં સસ્તા છે.

જિયો સબસ્ક્રિપ્શન સૌથી સસ્તું હતું

જૂના પ્લાનને મોંઘા કર્યા પહેલાં જિયોએ પોતાના ઘણા પ્લાનમાં ડિઝ્નીપ્લસ સ્ટારનું સબસ્ક્રિપ્શન આપ્યું હતું. આ પ્લાનની કિંમત 499 રૂપિયાથી શરૂ થતી હતી. તેમાં 549 રૂપિયા, 666 રૂપિયા, 888 રૂપિયા અને 2599 રૂપિયાવાળા પ્લાન પણ સામેલ હતા, પરંતુ હવે તે મોંઘા થઈ ગયા છે.

હવે જિયોનું માત્ર એક ક્રિકેટ પેક
જૂના પ્લાનની કિંમતો અપડેટ કર્યા પછી જિયોનો એકમાત્ર એવો પ્લાન છે જેમાં ડિઝ્નીપ્લસ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે. આ પ્લાનની કિંમત 601 રૂપિયા છે. આ પ્લાન કરાવ્યા પછી તમને જિયો નંબર પર 12 મહિના માટે સબસ્ક્રિપ્શન મળશે. કંપનીએ કહ્યું, ડિઝ્નીપ્લસ હોટસ્ટારના આખા વર્ષના સબસ્ક્રિપ્શનની કિંમત 499 રૂપિયા છે. એટલે કે 601 રૂપિયાના પ્લાનમાં આ એકદમ ફ્રી મળશે. આ માટે ગ્રાહકોએ એક્સ્ટ્રા રૂપિયા ખર્ચવાની જરૂર નથી.

601 રૂપિયાના પ્લાનની સુવિધાઓ

આ પ્લાનમાં યુઝરને 28 દિવસની વેલિડિટી સાથે 3GB ડેટા મળશે. આ ઉપરાંત 6GB ડેટા અલગથી મળશે. આ 6GB ડેટા ડેઇલી લિમિટ પૂરો થયા પછી કામમાં આવશે. જો આ પણ પૂરું થઈ જાય તો ઇન્ટરનેટની સ્પીડ 64 Kbps થઈ જશે. આ ઉપરાંત એક દિવસના 100 SMS મળશે. પ્લાનમાં જિયોની એપ્સ જેમ કે જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડની પણ સુવિધાઓ મળશે.

એરટેલના પ્લાનની કિંમત 599 રૂપિયા
પ્રીપેડ પ્લાનની કિંમતમાં ચેન્જ પછી એરટેલ પણ હવે માત્ર એક જ પ્લાનમાં ડિઝ્નીપ્લસ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન આપશે. 599 રૂપિયાના આ પ્લાનમાં રોજ 3GB ડેટાની સાથે 28 દિવસની વેલિડિટી મળશે. આ સાથે જ 100નું ફાસ્ટેગ કેશબેક મળશે. રોજ 100 SMS મળશે.

Viની પાસે સસ્તા અને વધારે પ્લાન

​​​​​​​ડિઝ્નીપ્લસ હોટસ્ટારના સબસ્ક્રિપ્શનવાળા સૌથી વધારે પ્લાન વોડાફોન આઈડિયા પાસે છે. કંપની પાસે ટોટલ 4 પ્લાન છે. તેમાં સૌથી સસ્તો પ્લાન 501 રૂપિયાવાળો છે. આ જિયો અને એરટેલની સરખામણીએ સબસ્ક્રિપ્શનવાળો સૌથી સસ્તો પ્લાન છે. તેમાં 28 દિવસ સુધી રોજ 3GB ડેટા મળશે. રોજ 100 SMS પણ મળશે. આ ઉપરાંત 601 રૂપિયા, 701 રૂપિયા અને 901 રૂપિયાવાળો પ્લાન સામેલ છે.