જિયો યુઝર્સ સાવધાન:ભૂલથી પણ આ 5 મિસ્ટેક ના કરો, સ્કેમર્સને આપેલી એક જાણકારીથી તમારું બેંક બેલેન્સ સાફ થઈ જશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્રોડથી બચવા માટે કોઈ સાથે માહિતી શૅર ના કરો

રિલાયન્સ જિયોએ તેના કસ્ટમર્સને e-KYC સ્કેમથી બચાવવા માટે અમુક ટિપ્સ આપી છે. આ સ્કેમથી યુઝર્સને બચાવવા માટે કંપની ઘણીવાર મેસેજ અલર્ટ પણ મોકલતી રહે છે. તો જાણીએ 5 ટિપ્સ વિશે...

1. e-KYC વેરિફિકેશનના નામે થતા ફ્રોડથી બચો
રિલાયન્સ જિયોએ કહ્યું, e-KYC વેરિફિકેશનના નામે આવતા કોલ કે મેસેજને કોઈ રિસ્પોન્ડ ના કરો. તેમાં ફ્રોડ કરનારા યુઝર્સને KYC વેરિફિકેશન માટે કોઈ અજાણ્યા નંબર પર કોલ કરવાનું કહે છે. આવા ફ્રોડ કોલથી સાવધાન રહેવાની જરૂર છે.

2. KYC અપડેટ માટે એપ ડાઉનલોડ ના કરો
KYC અપડેટ માટે પોતાના ફોન કે પીસી પર કોઈ એપ ડાઉનલોડ ના કરો. તેનાથી તમારા ડિવાઇસનું એક્સેસ સ્કેમર્સ સુધી પહોંચી શકે છે અને તમારો ફાઇનાન્સિયલ લોસ થઈ શકે છે એટલે કે તમારા અકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી શકે છે.

3. મહત્ત્વની માહિતી શૅર ના કરો
કંપની અને સાઇબર એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, કસ્ટમરે મહત્ત્વની ડિટેલ્સ જેમ કે આધાર નંબર, બેંક અકાઉન્ટ નંબર, OTP આપવાની જરૂર નથી. જિયોના ફેક કસ્ટમર કેર બનીને સ્કેમર્સ કસ્ટમર્સ પાસેથી જરૂરી ડિટેલ્સ માગે છે. ફ્રોડથી બચવા માટે કોઈ સાથે માહિતી શૅર ના કરો.

4. કનેક્શન બંધ કરવાની ધમકી આપતા કોલથી સાવધાન
કંપનીએ કહ્યું, જો તમને કનેક્શન બંધ કરવાના ધમકીભર્યા કોલ કે મેસેજ આવી રહ્યા છે તો સાવધાન રહો. રિલાયન્સ જિયોએ કસ્ટમર્સને કહ્યું કે, આ કોલ્સમાં ગ્રાહકોને e-KYC પૂરું કરવાનું કહેવામાં આવે છે. e-KYC પૂરું ના હોવા પર કનેક્શન બંધ કરવાની ધમકી આપે છે.

5. મેસેજમાં મળતી અજાણી લિંક પર ક્લિક ના કરો
જિયોએ કહ્યું, e-KYCની વાત કહી હોય તેવા મેસેજમાં આપેલી લિંક પર ક્લિક ના કરો. કંપની ક્યારેય My jio app સિવાય અન્ય કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાનું કહેતી નથી.