જિયો ફરી ટોપ પર:જૂનના TRAIના રિપોર્ટમાં 4G ડાઉનલોડ સ્પીડમાં જિયો અને અપલોડ સ્પીડમાં Vi ટોપ પર, એરટેલ ત્રીજા નંબરે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂન મહિનામાં 6.2 Mbps સાથે Vi ઈન્ડિયા સરેરાશ 4G અપલોડ સ્પીડ ચાર્ટમાં પ્રથમ ક્રમાંકે
  • 21.9 Mbpsની સરેરાશ ડાઉનલોડ સ્પીડ સાથે જિયો ફરી નંબર 1 પર રહી

રિલાયન્સ જિયોએ સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડના મામલામાં એરટેલ અને Viને એક વખત ફરી પાછળ છોડ્યા છે. TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના તાજેતરના આંકડા પ્રમાણે, જૂન મહિનામાં જિયોની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 21.9 Mbps છે. ગયા મહિને મે મહિનામાં જિયોની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ 20.7 Mbps હતી. તો અપલોડિંગ સ્પીડમાં Vi સૌથી ઉપર રહી.

જિયોએ પોતાનું પોઝિશન જાળવી રાખી

  • રિલાયન્સ જિયો 4G ડાઉનલોડ સ્પીડમાં સતત નંબર 1નાં પોઝિશન પર છે. એરટેલની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ મેના 4.7 Mbpsની સરખામણીએ જૂન મહિનામાં 5.0 Mbps થઈ છે. જોકે એરટેલે સામાન્ય વધારો હાંસલ કર્યો પરંતુ ડાઉનલોડ સ્પીડની સરખામણીએ તે 4ગણા કરતાં પણ વધારે ઓછી હતી. ફેબ્રુઆરી 2021ની સરખામણીએ ભારતી એરટેલની 4G ડાઉનલોડ સ્પીડમાં આશરે 30%નો ઘટાડો નોંધાયો. તે ગગળીને ત્રીજા નંબરે પહોંચી ગઈ.
  • વોડાફોન-આઈડિયાએ સેલ્યુલરે પોતાના કારોબારનો વિલય કરી લીધે હતો. હવે તે Vi તરીકે કામ કરી રહી છે. એપ્રિલ 2021 સુધી બંનેના આંકડા અલગ અલગ હતા. મે મહિનાથી TRAIએ Viના આંકડા પ્રકાશિત કરવાના શરૂ કર્યા.
  • Vi ઈન્ડિયાના આંકડા પ્રમાણે મે મહિનામાં કંપનીની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 6.3 Mbps રેકોર્ડ થઈ જે જૂનમાં 6.5 Mbps વધી. ડાઉનલોડ મામલે એરટેલને Viએ ત્રીજા સ્થાને ધકેલી છે.

અપલોડિંગમાં Viનો દબદબો

જૂન મહિનામાં 6.2 Mbps સાથે Vi ઈન્ડિયા સરેરાશ 4G અપલોડ સ્પીડ ચાર્ટમાં સૌથી ઉપર રહી. બીજા નંબર પર રિલાયન્સ જિયોએ 4.8 Mbps અપલોડ સ્પીડ સાથે બાજી મારી. એરટેલ સરેરાશ 4G અપલોડ સ્પીડના મામલે ત્રીજા નંબરે આવી પહોંચી. મે મહિનામાં તેની સરેરાશ અપલોડ સ્પીડ 3.9 Mbpsરેકોર્ડ થઈ.