તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટેલિકોમ કંપની રિલાયન્સે તેનો લેટેસ્ટ હેપ્પી ન્યૂ યર પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ કુલ 4 પ્લાન લોન્ચ કર્યા છે. એમાં પ્રતિ દિવસ 1GB ડેટાનો 1 પ્લાન, 2 પ્લાન પ્રતિ દિવસ 1.5GB ડેટાના અને એક પ્લાનમાં 30 દિવસ માટે કુલ 2GB ડેટા મળે છે. આ પ્લાન માટે કંપનીએ દાવો કર્યો છે કે કોમ્પિટિટરની સરખામણીએ આ પ્લાન સૌથી સસ્તાં છે. આ પ્લાનની પ્રારંભિક કિંમત 129 રૂપિયા છે. 1 જાન્યુઆરી, 2021થી જિયો યુઝર્સ માટે તમામ લોકલ નેટવર્ક કોલ ફ્રી થશે.
જિયોના હેપ્પી ન્યૂ યર પ્લાન
ડેટા | વેલિડિટી (દિવસમાં) | જિયો | કોમ્પિટિટર |
2GB | 28 દિવસ | 129 રૂપિયા | 149 રૂપિયા |
1GB/દિવસ | 24 દિવસ | 149 રૂપિયા | 199 રૂપિયા |
1.5GB/દિવસ | 28 દિવસ | 199 રૂપિયા | 249 રૂપિયા |
1.5GB/દિવસ | 84 દિવસ | 555 રૂપિયા | 598 રૂપિયા |
આ પ્લાન પર SMS ફ્રી મળશે કે કેમ એના પર હજુ સસ્પેન્સ યથાવત્ છે. આ તમામ પ્લાનમાં અન્ય નેટવર્ક માટે અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળે છે અર્થાત જિયો ટુ જિયો સિવાય જિયો ટુ એરટેલ, વોડાફોન/આઈડિયા, BSNL પર અનલિમિટેડ ફ્રી કોલિંગ કરી શકાશે. અગાઉ કંપની એના માટે FUP મિનિટ ફાળવતી હતી.
1 જાન્યુઆરીથી ફ્રી કોલિંગ
જિયો યુઝર્સ માટે નવું વર્ષ સારા સમાચારથી શરૂ થશે. યુઝર્સ હવે 1 જાન્યુઆરીથી જિયો ટુ જિયો સિવાય જિયો ટુ અધર નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ કરી શકશે. એનો લાભ દેશભરના જિયો યુઝર્સ લઈ શકશે અને આ સુવિધા તમામ નેટવર્ક માટે લાગુ થશે.
અત્યારસુધી જિયો જ ગ્રાહકો પાસેથી IUC લેતી હતી
IUC અર્થાત ઈન્ટર કનેક્ટેડ ચાર્જ દેશમાં જિયો કંપની જ લઈ રહી હતી. એરટેલ, વોડાફોન/આઈડિયા અને BSNL તેના પ્લાનમાં અધર નેટવર્ક કોલિંગ માટે ફ્રી સર્વિસ આપતી હતી. ગત વર્ષે 31 ડિસેમ્બરે રિલાયન્સ જિયોએ પ્રથમવાર IUC ચાર્જ લાગુ કર્યો હતો. આ ચાર્જ પ્રમાણે જ ગ્રાહક અધર નેટવર્ક યુઝર્સ સાથે કોલ કરી શકે છે. ઉદાહરણથી સમજીએ તો જો તમારી પાસે 10 રૂપિયાના પ્લાનમાં 5 IUC મિનિટ્સ છે તો આ લિમિટ પૂરી થઈ ગયા બાદ તમે અન્ય યુઝર્સને કોલ કરી શકતા નથી. તેના માટે તમારે ફરી કોઈ પ્લાનનું રિચાર્જ કરાવવું પડે છે.
ગૂગલ-જિયો મળીને ડેવલપ કરી રહ્યા છે સ્માર્ટફોન
રિલાયન્સ જિયો ફરી 4G ફીચર ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આગામી માર્ચ મહિના સુધી એ લોન્ચ થઈ શકે છે. કોરોનાકાળમાં વર્ક અને સ્ટડી ફ્રોમ હોમની પરિસ્થિતિ જોઈ કંપનીએ આ નિર્ણય કર્યો છે, કારણ કે એનાથી કામ, સ્ટડી અને મનોરંજન માર્કેટમાં સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે. જિયોના નવા 4G ફોનનું ફરી લોન્ચિંગ ત્યારે થવા જઈ રહ્યું છે જ્યારે જિયો અને ગૂગલ એન્ડ્રોઈડ સ્માર્ટફોનની ભારતમાં ટ્રાયલ ચાલી રહી છે. આ વર્ષની શરૂઆતમાં ગૂગલે જિયો પ્લેટફોર્મમાં 7.7%ની ભાગીદારી માટે 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.