રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું વ્હોટ્સએપ ચેટબોટ આસિસ્ટન્ટ એકવાર ફરીથી કંપનીની બીજી ઓનલાઈન AGMની દરેક જાણકારી સાથે હાજર છે. ચેટબોટ આસિસ્ટન્ટનાં 30 લાખથી વધારે શેરહોલ્ડર્સના પ્રશ્નોના જવાબ સાથે તૈયાર છે. રિલાયન્સે પ્રથમવાર ચેટબોક્સનો ઉપયોગ ગયા વર્ષે રાઈટ્સ ઈશ્યુ દરમિયાન કર્યો હતો. ચેટબોક્સને Jio Haptikએ બનાવ્યું છે.
શેરહોલ્ડર્સને જવાબ આપશે
રિલાયન્સનું આ ચેટબોક્સ આસિસ્ટન્ટ એકદમ સરળ રીતે કામ કરે છે. શેરહોલ્ડર્સના પ્રશ્નોના જવાબ ચેટબોટ આપશે અને સાથે જ AGM શું કરે, શું ન કરે તેની જાણકારી પણ આપશે. ચેટબોટનાં સ્ટોરમાં શેરહોલ્ડર્સ કે યુઝર્સ દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબનાં ઘણા વીડિયો અને ડોક્યુમેન્ટ સામેલ છે. તેની લિંક અને કોપી ચેટબોટ શેર કરશે.
શેરહોલ્ડર્સ રિલાયન્સ AGMમાં ભાગ લેવા માટે લાઈવમાં લોગ ઈન કરીને અપકમિંગ પ્લાનિંગ સમજી શકે છે. દેશભરની નજર રિલાયન્સના 44મા AGMમાં થનારી ઘોષણા પર અટકેલી છે. ઓનલાઈન AGMમાં હજારો લોકો ભાગ લે તેવી આશા છે.
RILનાં AGM વોટ્સએપ ચેટબોટ આસિસ્ટન્ટને સરળતાથી એક્સેસ કરી શકાય છે:
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.