ઈટ્સ હેપનિંગ! ઓન વ્હોટ્સએપ:બીટા યૂઝર્સ માટે ‘companion mode’ રિલીઝ કર્યું, બે ફોનમાં એક જ નંબરનો ઉપયોગ કરી શકશો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપ યૂઝર્સ લાંબા સમયથી એક એવા ફીચરની માગ કરી રહ્યા હતા કે, જેની મદદથી તે બીજા સ્માર્ટ ડિવાઈસમાં વ્હોટ્સએપ એક્સેસ કરી શકે. ત્યારે યૂઝર્સની માગ પર આ પ્લેટફોર્મ હાલ એક એવા ફીચરનું ટેસ્ટીંગ કરી રહ્યું છે કે, જે યૂઝર્સને તેમનાં વ્હોટ્સએપ એકાઉન્ટને સેકન્ડરી ડિવાઇસ (એન્ડ્રોઈડ) સાથે લિંક કરવાની મંજૂરી આપશે. નવા અહેવાલો જણાવે છે કે, આ ફીચરને મેટા-માલિકીનું પ્લેટફોર્મ અમુક બીટા ટેસ્ટર્સ માટે એક્ટિવ કરીને સ્માર્ટફોનમાં તેનું ટેસ્ટિંગ કરી રહ્યું છે.

આ ફીચરને ‘companion mode’ નામ આપવામાં આવ્યું છે. WABetaInfoએ ટ્વીટ કર્યું હતું કે, ‘ઈટ્સ હેપનિંગ! વ્હોટ્સએપ એન્ડ્રોઇડ બીટા પર ‘companion mode’ રીલીઝ કરી રહ્યું છે! આ નવા મોડને કારણે અમુક બીટા ટેસ્ટર્સ આખરે તેમનાં વ્હોટ્સએપ એકાઉન્ટને સેકન્ડરી મોબાઇલ ફોન સાથે લિંક કરી શકે છે!’

આ સુવિધા કેવી રીતે કાર્ય કરે છે? તે બતાવવા માટે એક સ્ક્રીનશોટ શેર કર્યો છે :

ઉપરનાં સ્ક્રીનશોટ મુજબ તમે તમારા એકાઉન્ટને અન્ય ડિવાઇસ સાથે ખૂબ જ સરળતાથી લિંક કરી શકો છો. આ માટે તમે ‘Link Device’ વિકલ્પ શોધો. તેનો ઉપયોગ કરીને તમે તમારા બીજા સ્માર્ટફોનમાં મેસેજિંગ સેવાનો ઉપયોગ કરી શકો છો.

વ્હોટ્સએપ એકાઉન્ટને સેકન્ડરી ડિવાઇસ સાથે લિંક કર્યા પછી તમારી ચેટ હિસ્ટ્રી લિંક્ડ ફોનમાં સિંક થઈ જશે. જો કે, આ બીટા વર્ઝન હોવાથી અમુક ફીચર્સ ઉપલબ્ધ ન હોઈ શકે, જેમાં લાઇવ લોકેશન જોવાની ક્ષમતા અને બ્રોડકાસ્ટ લિસ્ટ અને સ્ટીકરો જેવી સુવિધાઓ પણ સામેલ છે. આગામી અઠવાડિયામાં વ્હોટ્સએપ વધુ યૂઝર્સ માટે ‘companion mode’ રિલીઝ કરે તેવી અપેક્ષા છે.

વ્હોટ્સએપ એન્ડ્રોઇડ બીટા પ્રોગ્રામમાં જોડાવા માગો છો અને બીજા કરતાં પહેલાં નવા ફીચર્સનો ઉપયોગ કરવા માગો છો તો આ સ્ટેપ્સને ફોલો કરો

સ્ટેપ-1 ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ.
સ્ટેપ-2 સર્ચ બારમાં વ્હોટ્સએપ સર્ચ કરો.
સ્ટેપ-3 વ્હોટ્સએપ પેજ ખોલો અને નીચે સ્ક્રોલ કરો જ્યાં તમને 'બીટા ટેસ્ટર બનો' વિકલ્પ દેખાશે.
સ્ટેપ-4 'હું અંદર છું' પર ક્લિક કરો અને પછી 'જોડાઓ' સાથે પુષ્ટિ કરો

પ્રાઈવસીની વાત કરીએ તો આ નવા અપડેટમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે, તમામ કોલ્સ અને મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. રિપોર્ટમાં આગળ એવું કહેવામાં આવ્યું છે કે, ‘જ્યારે કોઈ તમને કોઈ મેસેજ મોકલે છે ત્યારે તે તમારા કનેક્ટેડ તમામ ડિવાઈસ પર મોકલવામાં આવશે, જેથી એન્ક્રિપ્શન હંમેશાં સચવાયેલું રહે છે.’

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મમાં તાજેતરના ઘણા ફેરફારો થયા છે, જેમાં ગ્રુપ અને કોલ લિંક્સમાં વધેલી ભાગીદારીનો સમાવેશ થાય છે. તે ટૂંક સમયમાં પોતાની જાતને મેસેજ મોકલવાની અને તમારી ઓનલાઇન સ્થિતિને હાઈડ કરવાની ક્ષમતા જેવી નવી સુવિધાઓ પણ રિલીઝ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્લેટફોર્મ યૂઝર્સને પ્લેટફોર્મ પર રાખવા અને ખાનગી વ્યવસાય કરવા માટે નવા અપડેટ્સ બહાર પાડતું રહે છે. તમે પ્લે સ્ટોરની મુલાકાત લઈને વ્હોટ્સએપ એપ્લિકેશન પર જઈને અને વચ્ચે સ્ક્રોલ કરીને અને પોતાને નોંધણી કરીને પ્લેટફોર્મ માટે બીટા ટેસ્ટર પણ બની શકો છો.

‘ડુ નોટ ડિસ્ટર્બ’ ફીચરનું પણ ટેસ્ટિંગ થઈ રહ્યું છે
જો તમારો ફોન ‘ડુ નોટ ડિસ્ટર્બ’ મોડમાં હોય અને તે દરમિયાન જો તમને વ્હોટ્સએપમાં કોઈ ઓડિયો કે વીડિયો કોલ આવ્યો હોય તો તેની નોટિફિકેશન આપતા એક ફીચરનું પણ આ પ્લેટફોર્મ ટેસ્ટિંગ કરી રહ્યું છે. જેથી, યૂઝર્સ પોતાનાં મહત્વપૂર્ણ કોલ્સ ચૂકી ન જાય.