અપકમિંગ:ટૂંક સમયમાં ભારતમાં રેડમીબુક લેપટોપ લોન્ચ થશે, કંપનીના ગ્લોબલ વાઈસ પ્રેસિડન્ટે ટ્વીટ કરી હિન્ટ આપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • Mi બુક એર અને રેડમીબુક 13 લેપટોપ લોન્ચ થઈ શકે છે
  • કંપનીએ આ વર્ષની શરૂઆતમાં દેશમાં રેડમીબુક બ્રાન્ડ માટે ટ્રેડમાર્ક મેળવ્યો છે

ચાઈનીઝ ટેક કંપની શાઓમી ભારતમાં સ્માર્ટફોન લોન્ચિંગ બાદ હવે લેપટોપ લોન્ચિંગની તૈયારીમાં છે. રેડમીબુક અને Mi બ્રાન્ડેડ લેપટોપ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. કંપનીના ગ્લોબલ વાઈસ પ્રેસિડન્ટ મનુકુમાર જૈને હેશટેગ WhatsNextFromMi ટ્વીટ કરી તેની હિન્ટ આપી છે. સાથે જ શાઓમીના વર્ક્સે પણ આ જ હેશટેગ સાથે ટ્વીસ કર્યા છે.

જોકે ટ્વીટમાં કઈ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે તે સ્પષ્ટ નથી થતું પરંતુ Mi ના માર્કેટિંગ હેડ સુમિત સોનલ અને બિઝનેસ લીડ સ્નેહા તેનવાલાએ કરેલાં ટીઝ પરથી કહી શકાય કે આ પ્રોડક્ટ રેડમી અને Miના અપકમિંગ લેપટોપ છે.

ચીનમાં શાઓમીએ Mi બ્રાન્ડ અંતર્ગત કેટલાક લેપટોપ Mi નોટબુક પ્રો 15, Mi નોટબુક એર અને Mi ગેમિંગ લેપટોપ લોન્ચ કર્યાં છે. કંપનીએ ચીનના માર્કેટમાં તાજેતરમાં જ AMD Ryzen 4000 સિરીઝ પાવર્ડ રેડમીબુક 13, રેડમીબુક 14 અને રેડમીબુક 16 મોડેલ વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે. આ સાથે જ 13.3 ઈંચનું  Mi બુક એર લેપટોપ પણ લોન્ચ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...