ન્યૂ લોન્ચ:દમદાર ફીચર્સ સાથે રેડમી બ્રાન્ડનાં 3 ટીવી લોન્ચ થયાં, જાણો કિંમત અને ફીચર્સ ડિટેલ

7 મહિનો પહેલા
તમામ ટીવીમાં બિલ્ટ ઈન ગૂગલ ક્રોમ કાસ્ટ સપોર્ટ મળશે
  • ત્રણેય વેરિઅન્ટમાં 30 વૉટનો સાઉન્ડ આઉટપુટ મળશે
  • તમામ મોડેલ 4H HDR LED સપોર્ટ સાથે આવે છે

શાઓમીએ રેડમી બ્રાન્ડ હેઠળ સ્માર્ટ ટીવી X સિરીઝ લોન્ચ કરી છે. ટીવીનાં 50 ઈંચ, 55 ઈંચ અને 65 ઈંચનાં સાઈઝ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ટીવીનું લોન્ચિંગ ઓનલાઈન ઈવેન્ટ દરમિયાન કરવામાં આવ્યું છે. આ ટીવી ડોલ્બી વિઝન, ડોલ્બી એટમોસ અને HDR 10+ સપોર્ટ અને 30 વૉટનાં સ્પીકર્સથી સજ્જ છે.

રેડમી સ્માર્ટ ટીવી X સિરીઝ: કિંમત
ટીવીનાં 3 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. X50ની કિંમત 32,000 રૂપિયા, X55ની કિંમત 38,999 રૂપિયા અને X65ની કિંમત 57,999 રૂપિયા છે.
તમામ વેરિઅન્ટ્સનું વેચાણ 26 માર્ચે બપોરે 12 વાગ્યાથી mi.com, એમેઝોન ઈન્ડિયા અને mi સ્ટોર્સ પર શરૂ થશે.

રેડમી સ્માર્ટ ટીવી X સિરીઝ: બેઝિક સ્પેસિફિકેશન્સ

  • તમામ વેરિઅન્ટ્સ 4H HDR LED સપોર્ટ સાથે આવે છે અને સ્ક્રીન સાઈઝ સિવાય તમામનાં સ્પેસિફિકેશન્સ એક જેવાં જ છે. રેડમી ટીવી X સિરીઝ 4K વીડિયો સપોર્ટ કરે છે. તે 3840X2160 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ ધરાવે છે.
  • સ્માર્ટ ટીવીમાં શાઓમીના વિવિડ પિક્ચર એન્જિન અને HDR 10+ સપોર્ટ મળે છે. તે ડોલ્બી વિઝન અને MEMCથી સજ્જ છે. ટીવીને 64 બિટ ક્વૉડ કોર પ્રોસેસર, 2GB રેમ અને 16GB ઈન્ટર્નલ સ્ટોરેજ સાથે અટેચ કરવામાં આવ્યું છે.
  • ટીવીમાં 30 વૉટનો ઓડિયો સાઉન્ડ આઉટપુટ મળશે, જે ડોલ્બી ઓડિયો સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી ઓપ્શન્સમાં 3 HDMI પોર્ટ (તેમાંથી 1 eARC સપોર્ટ કરશે), 2 USB પોર્ટ, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, 3.5mm ઓડિયો જેક અને બ્લુટૂથ 5.0 સામેલ છે. ટીવી શાઓમીના પેચવોલ ઈન્ટરફેસ પર કામ કરે છે અને ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ સાથે આવે છે.
  • રેડમીનું ટીવી કન્ટ્રોલ Mi બોક્સ 4Kના રિમોટ ક્ન્ટ્રોલની જેમ જ છે. તેમાં તમને નેટફ્લિક્સ અને પ્રાઈમ વીડિયો માટે ડેડિકેટેડ બટન મળે છે. તેમાં ગૂગલ અસિસ્ટન્ટ બટન પણ મળશે. શાઓમીએ તેમાં પિક્ચર ઈન પિક્ચર મોડ સપોર્ટ પણ આપ્યો છે.
  • ટીવીમાં બિલ્ટ ઈન ગૂગલ ક્રોમકાસ્ટ સપોર્ટ મળે છે. આ ટીવી રેડમીનું પ્રથમ એવું ટીવી છે જે IoT પ્રોડક્ટ સપોર્ટ માટે Mi હોમ એપ સાથે આવે છે.