પ્રાઈસ કટ:રેડમી 9 સિરીઝના આ સ્માર્ટફોન્સની કિંમતમાં ₹2000નો ઘટાડો, રેડમી નોટ 9થી લઈને 9iનાં વેરિઅન્ટ્સનું નવું પ્રાઈસ લિસ્ટ જુઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેડમી નોટ 9 પ્રો મેક્સ અને 9 પ્રોનાં સિલેક્ટેડ વેરિઅન્ટ્સ પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે - Divya Bhaskar
રેડમી નોટ 9 પ્રો મેક્સ અને 9 પ્રોનાં સિલેક્ટેડ વેરિઅન્ટ્સ પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
  • રિપોર્ટ્સ પ્રમાણે, ઘટાડા સાથેની નવી કિંમતો માત્ર 16થી 31 માર્ચ સુધી જ લાગુ રહેશે
  • નવી કિંમતો સાથે ફોનની ખરીદી એમેઝોન, mi.com સહિત ઓફલાઈન સ્ટોર પરથી કરી શકાશે

રેડમીએ તેના કેટલાક સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. તેમાં રેડમી નોટ 9 સિરીઝ, રેડમી 9 પ્રાઈમ અને રેડમી9i સામેલ છે. હવે તે પહેલાં કરતાં 2 હજાર રૂપિયા સસ્તાં થયા છે. રેડમી નોટ 9 સિરીઝમાં નોટ 9 પ્રો મેક્સ, નોટ 9 પ્રો અને નોટ 9 સામેલ છે. નવી કિંમતો સાથે સ્માર્ટફોન એમેઝોન ઈન્ડિયા અને ઓફિશિયલ સાઈટ સાથે ઓનલાઈન સ્ટોર પર લિસ્ટ થયા છે.

નોટ 9 પ્રો મેક્સ અને 9 પ્રોની કિંમતમાં સૌથી વધારે ઘટાડો

  • સૌથી વધારે 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ રેડમી નોટ 9 પ્રો મેક્સ અને 9 પ્રોનાં સિલેક્ટેડ વેરિઅન્ટ્સ પર મળી રહ્યું છે. ઘટાડા બાદ નોટ 9 પ્રો મેક્સની પ્રારંભિક કિંમત 14,999 રૂપિયા થઈ ગઈ છે. આ કિંમત તેનાં 6GB+64GB વેરિઅન્ટ્સની છે. તેનાં ટોપ 6GB+128GB વેરિઅન્ટની કિંમત 17,499 રૂપિયા છે.
  • નોટ 9 પ્રોની પ્રારંભિક કિંમત 12,999 રૂપિયા છે. નોટ 9નાં 4GB+128GB વેરિઅન્ટ્સ છોડીને તમામ વેરિઅન્ટ્સની કિંમતોમાં 1 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. રેડમી 9 પ્રાઈમ પર પણ 1 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. રેડમી 9i પર માત્ર 300 રૂપિયાનો ઘટાડો થયો છે.
  • રિપોર્ટ્સ પ્રમાણે આ ભાવ ઘટાડો માત્ર 31 માર્ચ સુધી લાગુ રહેશે. જોકે કંપનીએ તેના વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી કે આ ભાવ ઘટાડો સ્થાયી છે કે અસ્થાયી.

ભાવ ઘટાડા સાથેનું નવું પ્રાઈસ લિસ્ટ

વેરિઅન્ટજૂની કિંમત (રૂપિયામાં)નવી કિંમત (રૂપિયામાં)અંતર
1.રેડમી નોટ 9 પ્રો મેક્સ (6GB+128GB)18,49917,4991,000
2.રેડમી નોટ 9 પ્રો મેક્સ (6GB+64GB)16,99914,9992,000
3.રેડમી નોટ 9 પ્રો (4GB+128GB)15,99913,9992,000
4.રેડમી નોટ 9 પ્રો (4GB+64GB)13,99912,9991,000
5.રેડમી નોટ 9 (6GB+128GB)14,99913,9991,000
6.રેડમી નોટ 9 (4GB+128GB)13,49912,999500
7.રેડમી નોટ 9 (4GB+64GB)11,99910,9991,000
8.રેડમી 9 પ્રાઈમ (4GB+128GB)11,99910,9991,000
9.રેડમી 9 પ્રાઈમ (4GB+64GB)9,9999,499500
10.રે઼ડમી 9i (4GB+64GB)8,2997,999300