તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઈ ઈન ડિમાન્ડ:રેડમી નોટ 10 સિરીઝથી કંપનીએ 14 દિવસમાં 500 કરોડ રૂપિયાથી પણ વધારે બિઝનેસ કર્યો, ઓછી કિંમતમાં હાઈ એન્ડ ફીચર્સનો ફાયદો મળ્યો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ સિરીઝના ત્રણેય સ્માર્ટફોનમાં 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી બેટરી મળે છે
 • 108MP પ્રાઈમરી રિઅર કેમેરાથી સજ્જ રેડમી પ્રો મેક્સનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 18,999 રૂપિયા છે

શાઓમીની સબ બ્રાન્ડ રેડમી નોટ 10 સિરીઝને ભારતીય માર્કેટમાં જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, 14 દિવસમાં આ સિરીઝથી કંપનીએ 500 કરોડથી વધારે રૂપિયાનો બિઝનેસ કર્યો છો. આ સિરીઝમાં નોટ 10, નોટ 10 પ્રો અને નોટ 10 પ્રો મેક્સ સામેલ છે. તેનું ફર્સ્ટ સેલિંગ 16 માર્ચે શરૂ થયું હતું.

માનવામાં આવી રહ્યું છે કે કંપનીએ 14 દિવસમાં આ સિરીઝના આશરે 2.27 લાખથી 4.16 લાખ સ્માર્ટફોન વેચ્યા છે. જોકે કંપનીએ તેના વિશે કોઈ કમેન્ટ કરી નથી.

રેડમી નોટ 10 સસ્તી સ્માર્ટફોન સિરીઝ

આ સિરીઝની ડિમાન્ડનું સૌથી મોટું કારણ તેની કિંમત છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે.

મોડેલવેરિઅન્ટકિંમત (રૂપિયામાં)
રેડમી નોટ 104GB+64GB11,999
રેડમી નોટ 106GB+128GB13,999
રેડમી નોટ 10 પ્રો6GB+64GB15,999
રેડમી નોટ 10 પ્રો6GB+128GB16,999
રેડમી નોટ 10 પ્રો8GB+128GB18,999
રેડમી નોટ 10 પ્રો મેક્સ6GB+64GB18,999
રેડમી નોટ 10 પ્રો મેક્સ6GB+128GB19,999
રેડમી નોટ 10 પ્રો મેક્સ8GB+128GB21,999

રેડમી નોટ 10નાં સ્પેસિફિકેશન્સ

 • ફોનમાં 6.43 ઈંચ સુપર AMOLED FHD+ ડિસ્પ્લે મળી શકે છે. આ સિવાય 360 ડિગ્રી એમ્બિઅન્ટ લાઈટ સેન્સર, IR બ્લાસ્ટર, સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને ડ્યુઅલ સ્ટીરિયો જેવાં ફીચર્સ મળશે.
 • ફોન MIUI 12 પર બેઝ્ડ એન્ડ્રોઈડ 11 OS પર કામ કરશે. તેમાં સ્નેપડ્રેગન 678 પ્રોસેસર મળશે. ફોનમાં 6GBની રેમ અને 128GB સુધીનું સ્ટોરેજ મળશે.
 • ફોટોગ્રાફી માટે તેમાં સોની IM582 સેન્સરથી સજ્જ 48MPનો પ્રાઈમરી કેમેરા, 8MPનો અલ્ટ્રા વાઈડ કેમેરા, 2MPનું મેક્રો સેન્સર અને 2MPનું ડેપ્થ સેન્સર મળે છે. સેલ્ફી માટે તેમાં 13MPનો લેન્સ મળે છે.
 • ફોનમાં 5000mAhની બેટરી મળે છે. તે 33 વૉટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીએ દાવો કર્યો છે ફોનને 0થી 100% ચાર્જ થવામાં 74 મિનિટનો સમય લાગે છે.

રેડમી નોટ 10 પ્રોનાં સ્પેસિફિકેશન

 • ફોનમાં 6.67 ઈંચની FHD+ સુપર AMOLED ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન મળે છે.
 • ફોન MIUI 12 પર બેઝ્ડ એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે. ફોન સ્નેડ્રેગન 732G પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 8GBની રેમ અને 128GBનું સ્ટોરેજ મળે છે.
 • ફોટોગ્રાફી માટે તેમાં 64MP (સેમસંગ ISOCELL GW3) + 5MP (મેક્રો સેન્સ) + 8MP (અલ્ટ્રા વાઈડ લેન્સ)+ 2MP (ડેપ્થ સેન્સર)નું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
 • ફોનમાં 5020mAhની બેટરી છે. તે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

રેડમી નોટ 10 પ્રો મેક્સનાં સ્પેસિફિકેશન

 • ફોનમાં 6.67 ઈંચની FHD+ સુપર AMOLED ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન મળે છે.
 • ફોન MIUI 12 પર બેઝ્ડ એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે. તેમાં સ્નેપડ્રેગન 732G પ્રોસેસર મળશે. તેમાં 8GBની રેમ અને 128GBનું સ્ટોરેજ મળે છે.
 • નોટ 10 પ્રો મેક્સમાં સેમસંગ HM2 સેન્સરથી સજ્જ 108MPનો પ્રાઈમરી કેમેરા છે. તેમાં પ્રી લોડેડ કેમેરા ફીચર્સ મળશે. તેમાં નાઈટ મોટ 2.0, VLOG મોડ, મેજિક ક્લોન મોડ, લોન્ગ એક્સપોઝર મોડ, વીડિયો પ્રો મોડ અને ડ્યુઅલ વીડિયો મોડ સામેલ છે.
 • ફોનમાં 5020mAh બેટરી છે, જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો