થર્ડ ટાઈમ પ્રાઈઝ હાઈક:શાઓમીનો 'રેડમી નોટ 10' સ્માર્ટફોન હવે ₹1000 મોંઘો થયો, જાણો ફોનની નવી કિંમત

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાઓમીએ 'રેડમી નોટ 10' સિરીઝ સ્માર્ટફોનને ભારતમાં લૉ બજેટ અને શાનદાર ફીચર સાથે લોન્ચ કરી હતી. આ સિરીઝમાં સૌથી સસ્તો ડિવાઈસ 'રેડમી નોટ 10' હતો. તેની સાથે 'રેડમી નોટ 10 પ્રો' અને 'રેડમી નોટ 10 પ્રો મેક્સ' લોન્ચ કરાયો હતો, પરંતુ લોન્ચિંગ બાદ કંપનીએ રેડમી નોટ 10ની કિંમતમાં ત્રીજી વખત વધારો કર્યો છે.

લોન્ચિંગ સમયે કિંમત
લોન્ચિંગ વખતે આ ફોનનાં 4GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા હતી. તો તેનાં 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા હતી.

ફર્સ્ટ પ્રાઈઝ હાઈક
બંને વેરિઅન્ટ્સની અત્યાર સુધી ત્રીજી વખત કિંમત વધી છે. પ્રથમ વખત એપ્રિલ મહિનામાં તેની કિંમતમાં વધારો ₹500નો વધારો થયો હતો.

બીજી વખત ₹500નો વધારો
ફોનની કિંમતમાં બીજી વખત પણ 500 રૂપિયાનો વધારો કરાયો હતો. તેનાં હાયર વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા થઈ ગઈ છે.

ત્રીજી વખત ભાવવધારો
કંપનીએ ફરી ફોનની કિંમતમાં 500 રૂપિયાનો ભાવવધારો કર્યો છે. આ વખતે કંપનીએ તેના બેઝિક વેરિઅન્ટની કિંમતમાં 500 રૂપિયાનો વધારો કર્યો. તે સાથે હવે 4GB+64GB વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા અને 6GB+128GB વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા થઈ છે. નવી કિંમત સાથે ફોન ઓફિશિયલ વેબસાઈટ અને ઈ કોમર્સ સાઈટ પર લિસ્ટ થયો છે.

રેડમી નોટ 10નાં સ્પેસિફિકેશન

  • ફોનમાં 6.43 ઈંચ સુપર AMOLED FHD+ ડિસ્પ્લે મળી શકે છે. આ સિવાય 360 ડિગ્રી એમ્બિઅન્ટ લાઈટ સેન્સર, IR બ્લાસ્ટર, સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને ડ્યુઅલ સ્ટીરિયો જેવાં ફીચર્સ મળશે.
  • ફોન MIUI 12 પર બેઝ્ડ એન્ડ્રોઈડ 11 OS પર કામ કરશે. તેમાં સ્નેપડ્રેગન 678 પ્રોસેસર મળશે. ફોનમાં 6GBની રેમ અને 128GB સુધીનું સ્ટોરેજ મળશે.
  • ફોટોગ્રાફી માટે તેમાં સોની IM582 સેન્સરથી સજ્જ 48MPનો પ્રાઈમરી કેમેરા, 8MPનો અલ્ટ્રા વાઈડ કેમેરા, 2MPનું મેક્રો સેન્સર અને 2MPનું ડેપ્થ સેન્સર મળે છે. સેલ્ફી માટે તેમાં 13MPનો લેન્સ મળે છે.
  • ફોનમાં 5000mAhની બેટરી મળે છે. તે 33 વૉટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીએ દાવો કર્યો છે ફોનને 0થી 100% ચાર્જ થવામાં 74 મિનિટનો સમય લાગે છે.
અન્ય સમાચારો પણ છે...