શાઓમીના બે ફોન લોન્ચ:રેડમી 9i સ્પોર્ટ અને રેડમી 9A સ્પોર્ટમાં 5000mAh બેટરી અને બે સ્ટોરેજ વેરિઅંટ મળશે, પ્રારંભિક કિંમત 6,999 રૂપિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓફિશિયલ વેબસાઈટ પર બંને ફોનનું વેચાણ શરૂ થઈ ગયું છે
  • ફોનમાં ત્રણ કલર ઓપ્શન કાર્બન બ્લેક, કોરલ ગ્રીન અને મેટાલિક બ્લૂ મળશે

શાઓમીએ રેડમી સીરિઝના બે નવા સ્માર્ટફોન રેડમી 9i સ્પોર્ટ અને રેડમી 9A સ્પોર્ટ લોન્ચ કર્યા છે. બંને ફોનનું વેચાણ શરૂ થઈ ગયું છે. ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી આ ફોન ખરીદી શકશે.

રેડમી 9i સ્પોર્ટ અને રેડમી 9A સ્પોર્ટની કિંમત
બંને ફોનમાં બે સ્ટોરેજ વેરિઅંટ છે. રેડમી 9i સ્પોર્ટના 2GB+32GB સ્ટોરેજ વેરિઅંટની કિંમત 6,999 રૂપિયા અને 3GB+32GB વેરિઅંટની કિંમત 7,999 રૂપિયા છે. આ રીતે રેડમી 9A સ્પોર્ટના 4GB + 64GB સ્ટોરેજ વેરિઅંટની કિંમત 8,799 રૂપિયા અને 4GB + 128GB વેરિઅંટની કિંમત 9,299 રૂપિયા છે.

બંને ફોનમાં ત્રણ કલર ઓપ્શન કાર્બન બ્લેક, કોરલ ગ્રીન અને મેટાલિક બ્લૂ મળશે.

રેડમી 9i સ્પોર્ટ અને 9Aના સ્પેસિફિકેશન

  • બંને સ્માર્ટફોનમાં માત્ર રેમ અને સ્ટોરેજનું જ અંતર છે. બાકીના ફીચર્સ એકસરખા છે.
  • બંને ફોનમાં 6.53 ઇંચની ડિસ્પ્લે આપી છે. આ ડિસ્પ્લે HD+ 720x160 પિક્સલ રેઝોલ્યુશન ધરાવે છે.
  • તેમાં સેલ્ફી કેમેરા વોટરડ્રોપ નોચ સ્ટાઈલમાં આપ્યો છે. ફોટોગ્રાફી માટે સિંગલ રિયર કેમેરા અને સિંગલ સેલ્ફી કેમેરા છે. 13MPના રિયર કેમેરામાં LED ફ્લેશ મળશે. સેલ્ફી માટે 5MPનો ફ્રન્ટ કેમેરા આપ્યો છે.
  • ફોનમાં મીડિયાટેક હીલિયો G25 પ્રોસેસર છે. રેડમી 9i સ્પોર્ટ્સમાં 3GB સુધી રેમ અને રેડમી 9A સ્પોર્ટ્સમાં 4GBની રેમ મળે છે.
  • ફોનમાં 5000mAhની બેટરી આપી છે. તે 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેમાં ડ્યુઅલ 4G VoLTE, 3.5mm હેડફોન જેક અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ કોટિંગ મળશે.
  • ફોનમાં AI ફેસ અનલોક ફીચર મળે છે, પરંતુ એક ફિંગર પ્રિન્ટ સ્કેનરની ગેરહાજરી છે.
અન્ય સમાચારો પણ છે...