અપકમિંગ:'રેડમી 10' સિરીઝ આવતા મહિને લોન્ચ થઈ શકે છે, ₹10,000થી પણ ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ મળશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પહેલાં કંપની રેડમી 9 સિરીઝ લોન્ચ કરી ચૂકી છે
  • નવી રેડમી 10 સિરીઝ કંપની જુલાઈના પ્રથમ અઠવાડિયાંમાં લોન્ચ કરી શકે છે

'રેડમી 10' સિરીઝ ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે. શાઓમીએ ટ્વીટ કરી તેની હિન્ટ આપી છે. તેનું નામ રેડમી 10 હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ પહેલાં કંપની 'રેડમી 9' સિરીઝ લોન્ચ કરી ચૂકી છે. કંપનીએ સ્પષ્ટ રીતે 'રેડમી 10' સિરીઝનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ ટ્વીટમાં રેડમી 10ના જ સંકેત મળી રહ્યા છે. કંપની તેને જુલાઈના પ્રથમ અઠવાડિયાંમાં લોન્ચ કરી શકે છે.

શાઓમીનું ટ્વીટ રેડમી ઈન્ડિયાએ પોતાની ટ્વિટર પોસ્ટમાં ક્લિપ શેર કરી છે. તેમાં #10on10 લખવામાં આવ્યું છે. તેના પરથી હિન્ટ મળી રહી છે કે અપકમિંગ સિરીઝ રેડમી 10 હશે. ટ્વીટમાં 'Hitting your screens soon'ટેગ લાઈન અપાઈ છે.

તેનાથી અંદાજો લગાવી શકાય કે અપકમિંગ સિરીઝ કંપની ટૂંક સમયમાં લોન્ચ કરશે, રેડમી 10 સિરીઝમાં કેટલા મોડેલ હશે અને કયુ મોડેલ પહેલાં લોન્ચ થશે તેના પર કંપનીએ હજુ સસ્પેન્સ રાખ્યું છે. રેડમી 9 સિરીઝની કિંમત પરથી કહી શકાય કે રેડમી 10 સિરીઝના સ્માર્ટફોન્સની કિંમત 10,000 રૂપિયાની અંદર હશે.

ભારતમાં રેડમી સિરીઝના ફોન

ફોનનું નામકિંમત (રૂપિયામાં)
1.રેડમી 9A6,799
2.રેડમી 98,799
3.રેડમી 9 પ્રાઈમ9,999
4.રેડમી 9 પાવર10,499