પ્રાઈઝ હાઈક:રેડમીના આ 7 સ્માર્ટફોનની ખરીદી મોંઘી પડશે, કંપનીએ ₹500 કિંમત વધારી; જુઓ નવું પ્રાઈસ લિસ્ટ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેડમી 9, પાવર અને પ્રાઈમનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 500 રૂપિયા વધી
  • રેડમી નોટ 10Sનાં 6GB+128GB વેરિઅન્ટની કિંમત વધી 16,499 રૂપિયા થઈ

શાઓમીએ તેનો નવો સ્માર્ટફોન 'રેડમી 10 પ્રાઈમ' લોન્ચ કર્યો છે.. આ સ્માર્ટફોનમાં 6,000mAhની જમ્બો બેટરી મળશે. તે રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ કરશે. ફોનાં લોન્ચિંગ પહેલાં રેડમી 9 અને રેડમી 10 સિરીઝના સ્માર્ટફોનની કિંમત વધારી દીધી છે. આ બંને સિરીઝના 7 મોડેલની ખરીદીમાં હવે ગ્રાહકોએ ₹500 વધારે આપવા પડશે.

રેડમીના આ 7 સ્માર્ટફોનની ખરીદી મોંઘી પડશે

મોડેલજૂની કિંમત (રૂપિયામાં)નવી કિંમત (રૂપિયામાં)અંતર (રૂપિયામાં)
રેડમી 9 4GB+64GB89999499500
રેડમી 9 પાવર 4GB+64GB1099911499500
રેડમી 9 પ્રાઈમ 4GB+64GB999910499500
રેડમી 9i 4GB+64GB84998799300
રેડમી નોટ 10T 5G 4GB+64GB1449914999500
રેડમી નોટ 10T 5G 6GB+128GB1649916999500
રેડમી નોટ 10S 6GB+128GB1599916499500

રેડમી 9
આ ફોનની જૂની કિંમત 8999 રૂપિયા હતી, પરંતુ આ હવે તેની ખરીદી 9499 રૂપિયામાં કરી શકાશે. ભાવવધારો તેનાં 4GB+64GB વેરિઅન્ટમાં કરાયો છે. તેનાં 4GB+128GB વેરિઅન્ટની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી. હાઈ એન્ડ વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે. આ ફોનમાં 6.53 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોન 13MPના ડ્યુઅલ રિઅર કેમેરાથી સજ્જ છે. ફોનમાં 5000mAhની બેટરી મળે છે.

રેડમી 9 પાવર
ફોનનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમતમાં 500 રૂપિયાનો વધારો કરાયો છે. હવે ફોનની કિંમત 11,499 રૂપિયા થઈ છે. આ ફોનનાં 4GB+128GB અને 6GB+128GB વેરિઅન્ટની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી. આ ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે. ફોનમાં 6000mAhની બેટરી અને 18 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસરથી સજ્જ છે.

રેડમી 9 પ્રાઈમ
આ ફોનનાં બેઝિક વેરિઅન્ટ 4GB+64GBમાં 500 રૂપિયાનો ભાવવધારો થયો છે. હવે ફોનની ખરીદી 10,499 રૂપિયામાં કરી શકાશે. 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અગાઉ જેટલી જ છે. આ ફોનમાં 13MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોન મીડિયાટેક હીલિયો G80 પ્રોસેસરથી સજ્જ છે.

રેડમી 9i
ફોનનાં 4GB+64GB વેરિઅન્ટની ખરીદી માટે હવે 8799 રૂપિયા ચૂકવવા પડશે. આ ફોનની કિંમતમાં 300 રૂપિયાનો વધારો કરાયો છે. ફોનનાં 4GB+128GB હાઈ એન્ડ વેરિઅન્ટની કિંમત અગાઉ જેટલી 9299 રૂપિયા જ રહેશે. આ ફોનમાં 6.53 ઈંચની HD+ IPS ડિસ્પ્લે છે. ફોનમાં 13MPનો સિંગલ રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.

રેડમી નોટ 10T 5G
ફોનનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમતમાં કંપનીએ 500 રૂપિયા વધાર્યાં છે. અગાઉ ફોનની ખરીદી 14,499 રૂપિયામાં કરી શકાતી હતી હવે તેની ખરીદી માટે 14,999 રૂપિયા આપવા પડશે. આ 5G સ્માર્ટફોનના હાઈ એન્ડ વેરિઅન્ટ 6GB+128GBની કિંમતમાં 500 રૂપિયાનો ભાવવધારો કરાયો છે. આ ફોનમાં 48MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં 6.5 ઈંચની FHD+ ડિસ્પ્લે મળે છે. ફોન 5000mAhની બેટરી સાથે આવે છે, જે 22.5 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

રેડમી નોટ 10S
ફોનનાં 6GB+128GB વેરિઅન્ટની કિંમતમાં 500 રૂપિયાનો ભાવવધારો થયો છે. હવે ફોનની ખરીદી 16,499 રૂપિયામાં કરી શકાશે. ફોનનાં 4GB+128GB વેરિઅન્ટની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આ ફોનમાં 48MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોન 4K વીડિયો રેકોર્ડ સપોર્ટ કરે છે. ફોનમાં 13MPનો ફ્રન્ટ કેમેરા છે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 678 પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં 5000mAhની બેટરી છે.