અફોર્ડેબલ સ્માર્ટફોન:2 દિવસ પછી લોન્ચ થશે શાઓમીનો સસ્તો સ્માર્ટફોન રેડમી 9 પાવર, જાણો ફોન ક્યા સ્પેસિફિકેશન અને ફીચર્સથી સજ્જ હશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • રેડમી 9 પાવરના 2 સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે
 • ફોનમાં 6000mAhની બેટરી મળી શકે છે

શાઓમી 17 ડિસેમ્બરે ભારતમાં રેડમી 9 પાવર સ્માર્ટફોન લોન્ચ કરવા તૈયાર છે. અત્યાર સુધી આ ફોનની અનેક ડિટેલ લીક થઈ ચૂકી છે. હવે કંપનીએ કેટલીક ડિટેલની પુષ્ટિ કરી છે. આ સ્માર્ટફોન રેડમી 9 સિરીઝનો અફોર્ડેબલ સ્માર્ટફોન છે.

રુમર્સ પ્રમાણે, રેડમી 9 પાવર એક્ચ્યુલીમાં રેડમી નોટ 9 4Gનું રીબ્રાન્ડેડ વર્ઝન છે. તેને થોડા દિવસ પહેલાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તે મુજબ ફોનમાં 48MP ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ, ફાસ્ટ ચાર્જિંગ, ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર જેવાં ફીચર્સ મળશે.

રેડમી 9 પાવર: જાણો ફોનની તમામ ડિટેલ

 • તાજેતરમાં જ ગૂગલ પ્લે સપોર્ટેડ ડિવાઈસ પેજે ખુલાસો કર્યો છે કે રેડમી 9 પાવર મોડેલ નંબર M2010J19SI સાથે આવશે. તે પણ માલુમ પડ્યું છે કે સ્માર્ટફોન 2 વેરિઅન્ટમાં લોન્ચ થશે, જેને 4GB રેમ સાથે અટેચ કરવામાં આવશે.
 • લિસ્ટિંગ પ્રમાણે, આ ડિવાઈસ 4GB+64GB અને 4GB+128GB એમ 2 સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ થશે. ફોનનાં ગ્રીન, બ્લૂ અને બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
 • રેડમી 9 પાવર 6.67 ઈંચ ફુલ HD+ ડિસ્પ્લે સાથે 1080×2340 પિક્સલ સ્ક્રીન રિઝોલ્યુશન સાથે આવશે.
 • લીક રિપોર્ટ્સ પ્રમાણે, ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર મળી શકે છે.
 • ફોનમાં શાઓમીની લેટેસ્ટ MIUI 12 OS આઉટ ઓફ ધ બોક્સ થઈ શકે છે.
 • આ અફોર્ડેબલ સ્માર્ટફોનની ખાસ વાત તેની બેટરી છે. તેમાં 18 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સાથે 6000mAhની બેટરી મળે છે.
 • ફોનમાં 48MP+8MP+2MP+2MPનું 4 રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.
 • રેડમી 9 પાવરની કિંમત 10,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. જોકે ફોનની એક્ચ્યુઅલી કિંમત માટે લોન્ચિંગની રાહ જોવી પડશે.
 • સ્માર્ટફોન યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર પર એક ડિજિટલ લોન્ચ ઈવેન્ટનાં માધ્યમથી અને ઓફિશિયલ વેબસાઈટ પર પણ લોન્ચ થશે.