તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:64MPના પ્રાઈમરી રિઅર કેમેરા અને 5000mAhની બેટરીથી સજ્જ 'રેડમી 10S' સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો, કિંમત ₹14,999

4 મહિનો પહેલા
  • 18મેથી ફોનની ખરીદી કંપનીની ઓફિશિયલ સાઈટ અને ઈ કોમર્સ સાઈટ પરથી કરી શકાશે
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે

રેડમીએ તેની 10 સિરીઝમાં નવો સ્માર્ટફોન ઉમેર્યો છે. આ સિરીઝનો ચોથો ફોન 'રેડમી 10S' લોન્ચ કર્યો છે. આ પહેલાં સિરીઝમાં રેડમી નોટ 10, રેડમી નોટ 10 પ્રો અને રેડમી નોટ 10 પ્રો મેક્સ લોન્ચ થઈ ચૂક્યા છે. રેડમી નોટ 10Sના ડીપ સી બ્લૂ, ફ્રોસ્ટ વ્હાઈટ અને શેડો બ્લેક વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

રેડમી 10Sની કિંમત
ફોનનાં 6GB+64GB વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા અને 6GB+ 128GBની કિંમત 15,999 રૂપિયા છે. ફોનની ખરીદી 18મેથી ઈ કોમર્સ સાઈટ અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકાશે.

ડિસ્પ્લે
ફોનમાં 6.43 ઈંચની AMOLED ડિસ્પ્લે મળે છે. ડિસ્પ્લેમાં ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન મળે છે. ટેબલ પરથી મોબાઈલ પડી જાય તો મોબાઈલની સ્ક્રીન પર ક્રેક પડતી નથી. આ ડિસ્પ્લેમાં રીડિંગ મોડ મળે છે. તેનાથી ઈ પેપર, ઈ બુક આઈ ફ્રેન્ડલી બની જાય છે. બ્રાઈટનેસ ઓટોમેટિક એડ્જસ્ટ થાય છે.

કેમેરા

ફોન 64MP+8MP+2MP+2MPનાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ છે. ફોનનો પ્રાઈમરી કેમેરા પિક્ચર ક્લિયર કેપ્ચર કરે છે. 8MPનો અલ્ટ્રા વાઈડ કેમેરા દૂરના ઓબ્જેક્ટનો ક્લિયર ફોટો કેપ્ચર કરે છે.

2MPનું ડેપ્થ સેન્સર ઓછા પ્રકાશમાં સારી ફોટોગ્રાફી કરે છે. 2MPનું મેક્રો સેન્સર 1 ઈંચનાં ડિસ્ટન્સથી પણ ક્લિયર કટ ફોટો લે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 13MPનો ફ્રન્ટ કેમેરા છે.

પ્રોસેસર

ફોનમાં મીડિયાટેક G95 SoC પ્રોસેસર છે. તે સ્નેપડ્રેગન 720G કરતાં 23% ઓછી બેટરી કન્ઝ્યુમ કરે છે. ગેમિંગ પર્ફોર્મન્સમાં સ્નેપડ્રેગનથી 4% આગળ છે.

બેટરી

ફોન 5000mAhની બેટરીથી સજ્જ છે. તેમાં 33 વૉટનું ફાસ્ટ ચાર્જર છે. તે 0%થી 54% સુધી ફોન 30 મિનિટમાં ચાર્જ કરે છે.

ફોનમાં 2 સ્ટીરિયો સ્પીકર હાઈ રિઝોલ્યુશન સાથે આવે છે. ફોન ડસ્ટ અને વૉટર રેઝિસ્ટન્સ છે. તેને IP53 રેટિંગ મળ્યું છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર છે.