• Gujarati News
  • Utility
  • Gadgets
  • 'Redmi 10' Smartphone With 50MP Primary Camera And 90Hz Refresh Rate Will Be Launched Soon, Find Out Its Features

અપકમિંગ:50MPના પ્રાઈમરી કેમેરા અને 90Hzનો રિફ્રેશ રેટ ધરાવતો 'રેડમી 10' સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ થશે, જાણો તેની ખાસિયતો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેડમી 10માં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ, પંચ હોલ ડિસ્પ્લે અને મીડિયાટેક હીલિયો G88 SoC પ્રોસેસર મળશે
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળશે

રેડમી નોટ 10 સિરીઝ લોન્ચ કર્યા બાદ હવે શાઓમી 'રેડમી 10' સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ સોશિયલ મીડિયા પર અપકમિંગ ફોનના સ્પેસિફિકેશન રીવિલ કર્યા છે. જોકે કંપનીએ લોન્ચિંગ ડેટ પર હજુ સસ્પેન્સ જ રાખ્યું છે.

કંપનીના ટીઝર પ્રમાણે રેડમી 10માં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ, પંચ હોલ ડિસ્પ્લે અને મીડિયાટેક હીલિયો G88 SoC પ્રોસેસર મળશે. આ ફોનમાં 50MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. ફોનનાં કાર્બન ગ્રે, પેબલ વ્હાઈટ અને સી બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. આ ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળશે. લીક રિપોર્ટ પ્રમાણે, ફોનનાં 4GB+64GB, 4GB+128GB અને 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે.

રેડમી 10નાં સ્પેસિફિકેશન

  • મીડિયા અને લીક રિપોર્ટ પ્રમાણે શાઓમીના આ અપકમિંગ ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ મળશે.
  • આ ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ MIUI 12.5 OS પર રન કરશે.
  • ફોન 6.5 ઈંચની FHD+ ડિસ્પ્લેથી સજ્જ હશે. તેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ હશે. ફોનની ડિસ્પ્લે 90Hzનો રિફ્રેશ રેટ સપોર્ટ કરશે.
  • ફોટોગ્રાફી માટે ફોનમાં 50MP+8MP+2MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
  • ફોનમાં 5,000mAhની બેટરી મળી શકે છે. તે ફાસ્ટ સાથે રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ કરશે.