રેડમી 10 પ્રાઈમ ફોન લોન્ચ:રિવર્સ ચાર્જિંગ ફીચરની મદદથી બીજા ડિવાઈસ પણ ચાર્જ કરી શકશો, પ્રારંભિક કિંમત 12.499 રૂપિયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોનનો પ્રથમ સેલ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા છે

શાઓમીએ રેડમી 10 પ્રાઈમ ફોન લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસ વાત એ છે કે, સ્માર્ટફોન રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીએ ફોન બે વેરિઅન્ટ સાથે લોન્ચ કર્યો છે. તેમાં 4GB+64GBની કિંમત 12,499 રૂપિયા અને 6GB+64 GB વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે.

ફોનનો પ્રથમ સેલ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે. જો તમે HDFC બેંક ક્રેડિટ કાર્ડથી ફોન ખરીદશો તો 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

રેડમી 10 પ્રાઈમ સ્પેસિફિકેશન

  • ફોનમાં ડિસ્પ્લેની સાઈઝ 6.5 ઇંચ છે. તેમાં ફુલ HD+ (1,080x2,400 પિક્સલ)ની સાથે 20:9 રેશિયો છે. ફોનમાં ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન છે. ડિસ્પ્લેમાં 90Hz ના રિફ્રેશ રેટથી ડેલાઈટમાં સારા વીડિયો અને ગેમિંગનું એક્સપિરિયન્સ મળશે
  • ફોનમાં મીડિયા ટેક હીલિયો G88 SoC મળશે. સાથે જ ફોનની રેમ 2GB સુધી વધારી શકાય છે
  • ફોનમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે 3 રિયર કેમેરા સેટઅપ મળશે. તેમાં 50MPનો મેન કેમેરા અને સાથે જ 8MPનો અલ્ટ્રા વાઈડ કેમેરા,
  • 2MPનું ડેપ્થ સેન્સર અને 2MPનું માઈક્રો શૂટર મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.

રિવર્સ ચાર્જર શું છે?
જો તમારો મોબાઈલ રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે તો તમે પોતાના મોબાઈલથી કોઈ બીજાનો મોબાઈલ ચાર્જ કરી શકો ચો. એટલું જ નહીં આની મદદથી તમે ઈયરબડ્સ, બ્લુટૂથ સ્પીકર પણ ચાર્જ કરી શકો છો. કુલ મળીને રિવર્સ ચાર્જિંગ ફીચરવાળો ફોન પાવર બેંકની જેમ કામ કરે છે.

કેવી રીતે ચાર્જ કરશો?
કોઈ બીજું ડિવાઇસ ચાર્જ કરવા માટે તમારી પાસે કનેક્ટ કરવા કેબલ હોવો જોઈએ. જેમ કે ટાઈપ C કેબલ સપોર્ટેડ હોય તો આ પ્રકારનો કેબલ તમારી પાસે હોવો જોઈએ. આ પ્રકારના કેબલ કનેક્ટર માર્કેટમાં 10થી 20 રૂપિયામાં સરળતાથી મળી જશે.

એ પછી ફોન સેટિંગમાં જઈને OTG ક્નેક્શન ઓન કરો અને તમારી ડિવાઈસ ચાર્જ થવા લાગશે.

અન્ય સમાચારો પણ છે...