કોલિંગની સાથે એન્ટરટેઈનમેન્ટ:જિયોમાં 399 રૂપિયાનું અને એરટેલમાં 499 રૂપિયાનું રિચાર્જ કરાવો, નેટફ્લિક્સ, એમેઝોન સહિત હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન ફ્રી મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓનલાઈન OTT પર ફિલ્મો અને વેબ સિરીઝ જોવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેની સાથે ઝડપથી સબસ્ક્રિપ્શન પણ વધ્યું છે. તો બીજી તરફ વધારે કિંમત હોવાને કારણે ઘણા લોકો તેનું સબસ્ક્રિપ્શન નથી લઈ શકતા. આવી સ્થિતિમાં જો તમે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો અને ડિઝની+ હોટસ્ટારનું ફ્રીમાં સબસ્ક્રિપ્શન મેળવવા માગતા હો, તો આજે અમે તમને એવા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જેમાં રિચાર્જ પ્લાનની સાથે તમને અનલિમિટેડ કોલિંગ, ડેટા અને બીજા સબસ્ક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે.

જિયોનો પ્લાન 399 રૂપિયાથી શરૂ
જિયોમાં તમામા પોસ્ટપેડ પ્લાનની સાથે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો અને ડિઝની+ હોટસ્ટાર VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. પ્રારંભિક પ્લાનની કિંમત 399 રૂપિયા છે જેમાં 75GB ડેટા મળે છે. તેની સાથે તેમાં 599 રૂપિયા, 799 રૂપિયા, 999 રૂપિયા અને 1499 રૂપિયાનો પ્લાન પણ ઓફર કરવામાં આવી રહ્યો છે.

આ પ્લાનમાં મેક્સિમમ 300GB ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને પ્રતિ દિવસ 100 SMS મળે છે. તેની સાથે તમે જિયોની ઘણી એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મેળવી શકો છો.

401 રૂપિયાના પ્લાનમાં પ્રતિ દિવસ 3GB ડેટા મળશે
રિલાયંસ જિયોના કેટલાક પ્રીપેડ પ્લાનમાં ડિઝની+ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે. તેની કિંમત 401 રૂપિયા છે, જેમાં પ્રતિ દિવસ 3GB સાથે એડિશનલ 6GB ડેટા, અનલિમિટેડ વોઈસ કોલ, પ્રતિ દિવસ 100 SMS મળે છે. આ પ્લાનની માન્યતા 28 દિવસની છે.

એરટેલનો પ્લાન 499થી શરૂ
એરટેલના પોસ્ટપેડ પ્લાનની વાત કરીએ તો તેમાં 499 રૂપિયાની કિંમતમાં 75GB ડેટા, અનલિમિટેડ કોલિંગ બેનિફિટ્સ અને પ્રતિ દિવસ 100 SMS અને એરટેલ થેંક્સ રિવોર્ડ્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો અને ડિઝની+ હોટસ્ટાર VIPનું એક વર્ષનું એક્સેસ મળે છે.

એરટેલ 599 રૂપિયામાં પ્રતિ દિવસ 2GB ડેટા આપશે
તે ઉપરાંત એરટેલના પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો તેમાં પણ ડિઝની+ હોટસ્ટાર VIP અને એમેઝોન પ્રાઈમ વીડિયોનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. આ પ્લાનની કિંમત 599 રૂપિયા છે, જેમાં પ્રતિ દિવસ 2GB ડેટા, 100 SMS અને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનની માન્યતા 56 દિવસની રહે છે.

તે સિવાય આ પ્લાનમાં એરટેલ એક્સસ્ટ્રીમ અને વિંક મ્યુઝિકનું પણ ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે.

Viના પ્લાન 499થી શરૂ થશે
વોડાફોન આઈડિયાના પોસ્ટપેડ પ્લાનની વાત કરીએ તો તેમાં 499 રૂપિયાના પ્લાનમાં તમને 75GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને પ્રતિ દિવસ 100 SMS મળે છે. તેની સાથે આ પ્લાનમાં Vi TV અને મૂવી, એમેઝોન પ્રાઈમ વીડિયો અને Zee5નું સબસ્ક્રિપ્શન પણ મળે છે.

તે ઉપરાંત જો તમને નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન પણ જોઈતું હોય તો તમે Viનો RedX પ્લાન જોઈ શકો છો જે ઓફિશિયલ વેબસાઈટ પર લિસ્ટ છે. તેના માટે તમારે 1,099 રૂપિયા ચૂકવવા પડશે.