સ્ટાઈલિશ ફીચર ફોન:રિયલમીની બ્રાન્ડ ડિઝોએ સ્ટાર 300 અને સ્ટાર 500 ફીચર ફોન લોન્ચ કર્યાં, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બંને ફોનનું 10,000 વખત પાવર ઓન-ઓફનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું
 • ફોનમાં 32MB ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. તેમાં 1000 ફોન નંબર્સ અને 200 મેસેજ સેવ કરી શકાય છે

રિયલમીની બ્રાન્ડ Dizo (ડિઝો)એ ભારતીય માર્કેટમાં 2 સ્ટાઈલિશ ફીચર ફોન લોન્ચ કર્યા છે. તેના મોડેલ નંબર સ્ટાર 300 અને સ્ટાર 500 છે. ડિઝો 300ની કિંમત 1299 રૂપિયા છે. તેનાં બ્લેક, બ્લૂ અને રેડ કલર વેરિઅન્ટ અવેલેબલ છે. ડિઝો 500ની કિંમત 1799 રૂપિયા છે. તેનાં બ્લેક, ગ્રીન અને સિલ્વર કલર વેરિઅન્ટ અવેલેબલ છે. બંને ફોનની ખરીદી ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે. ફોન પર કંપની 1 વર્ષની વૉરન્ટી પણ આપી રહી છે.

શા માટે ખાસ છે આ ફીચર ફોન

 • 10,000 વખત પાવર ઓન-ઓફનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું.
 • 5000 વખત ચાર્જિંગ પોર્ટમાં પ્લગ ઈન/આઉટ કરવામાં આવ્યું.
 • 2000 વખત ચાર્જિંગ પોર્ટ સ્ટેબિલિટી ટેસ્ટ કરવામાં આવ્યો.
 • -45થી 75 ડિગ્રી સેલ્સિયસ પર પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું.

ડિઝો સ્ટાર 300નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

 • આ ફોનમાં 1.77 ઈંચની સ્ક્રીન અને બેકલિટ કીપેડ આપવામાં આવ્યું છે. તેમાં 2,550mAhની બેટરી મળે છે. કંપનીનું કહેવું છે કે તે 18 દિવસનો સ્ટેન્ડબાય બેકઅપ અને 21થી વધારે કલાકનું કોલિંગ બેકઅપ આપે છે. ફોનમાં 32MBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે, તેમાં 1000 ફોન નંબર્સ અને 200 મેસેજ સેવ કરી શકાય છે. ફોનમાં LED ફ્લેશ સાથે VGA કેમેરા પણ છે.
 • ફોનમાં 64GBનું માઈક્રો SD કાર્ડ ઈન્સ્ટોલ કરી શકાય છે. તે અંગ્રેજી, હિન્દી, તમિળ, ગુજરાતી, તેલુગુ, પંજાબી, બંગાળી અને કન્નડ એમ 8 ભાષા સપોર્ટ કરે છે. ફોનમાં FM રેડિયો, MP3 પ્લેયર, ગેમ્સ અને ટોર્ચ પણ મળશે. તેમાં કેલેન્ડર અલાર્મ, ટાસ્ક અને કેલ્ક્યુલેટર જેવાં ફીચર મળે છે.

ડિઝો સ્ટાર 500નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

 • ફોનમાં 2.8 ઈંચની સ્ક્રીન અને બેકલિટ કીપેડ મળે છે. તેમાં 1,900mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે, તે 13 દિવસનું સ્ટેન્ડબાય બેકઅપ અને 17 કલાકથી વધારે કલાકનું કોલિંગ બેકઅપ આપે છે. ફોનમાં 32MB ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. તેમાં 1000 ફોન નંબર્સ અને 200 મેસેજ સેવ કરી શકાય છે.
 • ફોનમાં 64GBનું માઈક્રો SD કાર્ડ ઈન્સ્ટોલ કરી શકાય છે. ફોનમાં 0.3MPનો કેમેરા પણ છે. તેની સાથે LED ફ્લેશ લાઈટ પણ મળે છે. આ ફોન અંગ્રેજી, હિન્દી, તમિળ, ગુજરાતી અને તેલુગુ ભાષા સપોર્ટ કરે છે. ફોનમાં FM રેડિયો, MP3 પ્લેયર, ગેમ્સ અને ટોર્ચ પણ મળે છે. તેમાં કેલેન્ડર, અલાર્મ, ટાસ્ક અને કેલક્યુલેટર જેવાં ફીચર્સ પણ છે.
અન્ય સમાચારો પણ છે...