ચાઈનીઝ કંપની રિયલમીએ ભારતમાં પોતાના 2 નવા સ્માર્ટફોન રિયલમી X7 અને X7 પ્રો લોન્ચ કર્યા છે. બંને ફોન 5G સપોર્ટ અને મીડિયાટેક ડાયમેન્સિટી પ્રોસેસરથી સજ્જ છે. ફોટોગ્રાફી માટે X7 પ્રોમાં 4 અને X7માં 3 રિયર કેમેરા મળે છે. કંપનીએ X7 પ્રોમાં સિંગલ રેમ અને સ્ટોરેજ ઓપ્શન જ્યારે X7ના 2 કોન્ફિગરેશન છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં કંપની આ ફ્લેગશિપ ચીનમાં લોન્ચ કરી ચૂકી છે.
રિયલમી X7 અને X7 પ્રો: ભારતમાં કિંમત
રિયલમી X7 પ્રોનાં 8GB+128GB વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે. ફોનના ફેન્ટ્સી અને બ્લેક કલર ઓપ્શન ઉપલબ્ધ છે.
રિયલમી X7 5Gનાં 6GB+128GB વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે, જ્યારે 8GB+128GB વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે. ફોન નેબ્યુલા અને સ્પેસ સિલ્વર કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
રિયલમી X7 અને X7 પ્રો: ઉપલબ્ધતા અને ઓફર
રિયલમી X7 અને X7 પ્રો: બેઝિક સ્પેસિફિકેશન
રિયલમી X7 પ્રો | રિયલમી X7 | |
ડિસ્પ્લે સાઈઝ | 6.55 ઈંચ | 6.40 ઈંચ |
ડિસ્પ્લે ટાઈપ | FHD+ AMOLED ડિસ્પ્લે | FHD+ સુપર AMOLED ડિસ્પ્લે |
OS | રિયલમી UI બેઝ્ડ એન્ડ્રોઈડ 10 | રિયલમી UI બેઝ્ડ એન્ડ્રોઈડ 10 |
પ્રોસેસર | ઓક્ટાકોર ડાયમેન્સિટી 1000+ | મીડિયાટેક ડાયમેન્સિટી 800U 5G |
રેમ+સ્ટોરેજ | 8GB+128GB | 6GB+128GB/8GB+128GB |
રિયર કેમેરા | 64+8+2+2MP | 64+8+2MP |
ફ્રન્ટ કેમેરા | 32MP | 16MP |
બેટરી | 4500mAh વિથ 65W ફાસ્ટ ચાર્જ સપોર્ટ | 4310mAh વિથ 50W ફાસ્ટ ચાર્જ સપોર્ટ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.