ન્યૂ 5G સ્માર્ટફોન:ડાયમેન્સિટી 1200 5G પ્રોસેસરથી સજ્જ 'રિયલમી X7 મેક્સ 5G' સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો, કિંમત ₹26,999

5 મહિનો પહેલા
 • ફોટોગ્રાફી માટે તેમાં 64MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે
 • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સુવિધા છે
 • ફોનની ખરીદી ઈ કોમર્સ સાઈટ અને કંપનીની ઓફિશિયલ સાઈટ પરથી 4 જૂનથી કરી શકાશે

અફોર્ડેબલ સ્માર્ટફોન મેકર રિયલમીએ ભારતીય માર્કેટમાં તેનો 5G સ્માર્ટફોન 'રિયલમી X7 મેક્સ 5G' લોન્ચ કર્યો છે. આ ફોન ગત મહિને ચીનમાં લોન્ચ થઈ ચૂક્યો છે. તેને રિયલમી GT નિયોના સક્સેસર તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનની ખાસ વાત એ છે કે આ દેશનો પ્રથમ સ્માર્ટફોન છે જે ડાયમેન્સિટી 1200 5G પ્રોસેસરથી સજ્જ છે. સ્માર્ટફોનમાં સુપર ફાસ્ટ ડાર્ટ ચાર્જિંગ ટેક્નોલોજી મળે છે. ફોનમાં 64MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે.

કિંમત
આ સ્માર્ટફોનનાં 2 સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનનાં 8GB+128GB વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા અને 12GB+256GB વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે. ફોનનાં એસ્ટેરોઈડ બ્લેક, મિલ્કી વે અને મર્ક્યુરી સિલ્વર કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનની ખરીદી ઈ કોમર્સ સાઈટ અને કંપનીની ઓફિશિયલ સાઈટ પરથી 4 જૂનથી કરી શકાશે.

'રિયલમી X7 મેક્સ 5G'નાં સ્પેસિફિકેશન અને ફીચર્સ

 • ફોનમાં 6.43 ઈંચની AMOLED ફુલ HD+ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ અને 120Hzનો રિફ્રેશ રેટ છે.
 • ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ રિયલમી UI 2.0 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.
 • તેમાં ડાયમેન્સિટી 1200 ચિપસેટ સાથે 12GB LPDDR4x રેમ મળે છે. ફોનમાં 256GB સુધીનું ઓનબોર્ડ સ્ટોરેજ મળશે. સ્ટોરેજ એક્સપાન્ડ કરવા માટે ફોનમાં SD કાર્ડ સ્લોટ નહિ મળે.
 • ફોટોગ્રાફી માટે ફોનમાં 64MP+8MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે. તે બ્યુટી, HDR, ફેસ ડિટેક્શન, પોટ્રેટ સહિતના મોડ સપોર્ટ કરે છે.
 • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
 • કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ સિમ 5G,4G LTE,વાઈફાઈ 6, બ્લુટૂથ 5.1, NFC, GPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mm ઓડિયો જેક સહિતના ઓપ્શન મળે છે.
 • ફોન 4500mAhની બેટરીથી સજ્જ છે. તે 50 વૉટ સુપર ડાર્ટ ચાર્જ ટેક્નોલોજી સાથે આવે છે. તે 16 મિનિટમાં 0થી 50% ચાર્જિંગ કરે છે.