સેલ:બ્લડ ઓક્સિજન લેવલ મોનિટર કરતી 'રિયલમી વોચ S'ના સિલ્વર કલર વેરિઅન્ટનો આજે સેલ, પ્રિ રજિસ્ટર્ડ કરાવનાર ગ્રાહકને ₹1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વોચમાં રનિંગ, વોકિંગ અને સાયકલિંગ સહિતના અનેક સ્પોર્ટ મોડ સપોર્ટ કરે છે
 • બ્લડ ઓક્સિજન લેવલ, હાર્ટ રેટ મોનિટરિંગ સહિતનાં હેલ્થ ફીચરને વોચ સપોર્ટ કરે છે

રિયલમીએ તેની વોચ sનું સિલ્વર વેરિઅન્ટ ભારતમાં થોડા દિવસ પહેલાં જ કર્યું છે. આ વેરિઅન્ટ જૂનાં વેરિઅન્ટ કરતાં લુક વાઈઝ વધારે સ્ટાઈલિશ અને એટ્રેક્ટિવ છે. તેની કિંમત જૂનાં વેરિઅન્ટ જેટલી જ 4999 રૂપિયા છે. તેનું વેચાણ આજથી શરૂ થયું છે. યુઝર્સ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી કરી શકે છે. પ્રિ રજિસ્ટર્ડ કરાવનાર ગ્રાહકોને કંપની 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

રિયલમી વોચ S સિલ્વરનાં સ્પેસિફિકેકશન

 • કંપનીએ માત્ર વોચના કલર અને સ્ટ્રિપમાં ફેરફાર કર્યો છે. તેના સ્પેસિફિકેશન જૂનાં વેરિઅન્ટ જેવાં જ છે.
 • તેમાં સિલિકોન ડાયલ અને સિલિકોન સ્ટ્રિપ મળે છે. તેમાં 1.3 ઈંચની રાઉન્ડ ટચસ્ક્રીન LCD ડિસ્પ્લે મળે છે. સ્ક્રીનને ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન મળ્યું છે. તે IP68 વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ છે.
 • વોચમાં 390mAhની બેટરી મળે છે. કંપનીના દાવો છે કે તે 15 દિવસનું બેકઅપ આપશે.
 • વોચમાં રનિંગ, વોકિંગ અને સાયકલિંગ સહિત અનેક સ્પોર્ટ મોડ મળે છે.
 • બ્લડ ઓક્સિજન લેવલ, હાર્ટ રેટ મોનિટરિંગ સહિતનાં હેલ્થ ફીચરને વોચ સપોર્ટ કરે છે. કોરોનાકાળમાં બ્લડ ઓક્સિજન લેવલ મોનિટરિંગ સપોર્ટ કરતી વોચ ઘણા કામની સાબિત થઈ શકે છે.
 • વોચ કોલ અને સોશિયલ મીડિયા એપ્સના નોટિફિકેશન સપોર્ટ કરે છે.
 • તેમાં 100થી વધારે વોચ ફેસિસ છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.0 છે.
 • વોચ એક્સેલેરોમીટર, ઝાયરોસ્કોપ, હાર્ટ રેટ સેન્સર અને PPG સેન્સરથી સજ્જ છે.
 • એન્ડ્રોઈડ 4.4 અને તેની ઉપરના તમામ વર્ઝન તેમજ iOS 9.0 અને તેની ઉપરના તમામ વર્ઝનના ડિવાઈસ પર આ વોચ સપોર્ટ કરે છે.