તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયલમીનું પ્રથમ ટેબ્લેટ લોન્ચ:સ્માર્ટ કનેક્ટ ફીચરથી ટેબ રિયલમી વૉચથી પણ અનલોક થઈ જશે, 7,100mAhની બેટરી મળશે, પ્રારંભિક કિંમત 15,999 રૂપિયા

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિયલમી પેડ 16 સપ્ટેમ્બરથી ફ્લિપકાર્ટ અને કંપનીની વેબસાઈટ પરથી ખરીદી શકાશે
  • ટેબ્લેટ 18Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે

રિયલમીએ ભારતમાં તેનું પ્રથમ ટેબ્લેટ રિયલમી પેડ લોન્ચ કર્યું છે. રિયલમીએ ભારતમાં બે નવા સ્માર્ટફોન રિયલમી 8s અને રિયલમી 8i લોન્ચ કર્યો છે. રિયલમી દાવો કર્યો કે, આ ટેબ્લેટમાં સ્લીક અને સ્લિમ ડિઝાઈન છે. નવા ફોન અને ટેબ્લેટની સાથે રિયલમીએ કોબલ અને પોકેટ સ્પીકર પણ લોન્ચ કર્યા છે.

રિયલમી પેડની કિંમત
રિયલમી પેડની પ્રારંભિક કિંમત 13,999 રૂપિયા છે. આ કિંમત 3GB + 32GB વાઈ-ફાઈ મોડલ માટે છે. કંપનીએએ 3GB + 32GB 4G LTE અને Wi-Fi કોન્ફિગરેશન માટે 15,999 રૂપિયા કિંમત રાખી છે. રિયલમી પેડ 16 સપ્ટેમ્બરથી ફ્લિપકાર્ટ અને કંપનીની વેબસાઈટ પરથી ખરીદી શકાશે.

ટેબ્લેટના 4GB + 64GB 4G LTE અને વાઈ-ફાઈ વેરિઅંટની કિંમત 17,999 રૂપિયા હશે.

રિયલમી પેડના સ્પેસિફિકેશન

  • રિયલમી પેડ 10.4 ઇંચ ડિસ્પ્લેની સાથે WUXGA+ (2000 x 1200 પિક્સલ) રેઝોલ્યુશનની સાથે 82.5% સ્ક્રીન-ટુ-બોડી રેશિયો ધરાવે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ટેબ્લેટમાં સ્લીક અને સ્લિમ ડિઝાઇન છે. તેમાં મેટલ બોડી છે અને બે કલર ઓપ્શન બ્લેક અને ગોલ્ડ મળશે.
  • ટેબ્લેટમાં મીડિયાટેક G80 પ્રોસેસર છે. તેમાં 7,100mAhની બેટરી છે. આ 18Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં કુલ બે 8MPના કેમેરા મળશે. તેમાં ફ્રન્ટમાં અને રિયરમાં મળશે.
  • રિયલમી પેડમાં ચાર સ્પીકર છે. તે ડોલ્બી એટમોસ અને અડેપ્ટિવ સરાઉન્ડ સાઉન્ડને સપોર્ટ કરે છે. ટેબ્લેટ નોઇસ કેન્સલેશન માટે રિવર્સ ચાર્જિંગ ટેક્નિક અને ડ્યુઅલ માઈકને સપોર્ટ કરે છે. ડિવાઇસ એન્ડ્રોઇડ 11 બેઝ્ડ રિયલમી UI પર કામ કરે છે.
અન્ય સમાચારો પણ છે...