લાઇટ વર્ઝન અને સસ્તું ટેબ:ભારતમાં Realme Pad Mini અને Narzo 50A Prime ટૂંક સમયમાં લોન્ચ થશે! તમામ વિગતો જાણો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29 એપ્રિલ, 2022ના રોજ Realme GT Neo 3 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થશે
  • Realme Padનું લાઈટ વર્ઝન ટૂંક સમયમા જ લોન્ચ થશે.

Realme GT Neo 3 સ્માર્ટફોન ભારતમાં 29 એપ્રિલ, 2022ના રોજ લોન્ચ થશે. જોકે, Realme દ્વારા બે નવી પ્રોડક્ટને વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવી છે. આ ઉત્પાદનો Realme Narzo 50A Prime અને Realme Pad Mini છે. તમને જણાવી દઈએ કે, Realme Pad Mini એક સસ્તું ટેબ છે. આ Realme Padનું લાઇટ વર્ઝન હશે. જોકે, Realme Pad Mini અને Realme Narzo 50A Primeના સત્તાવાર લોન્ચિંગની જાહેરાત કરવામાં આવી નથી.

Realme Pad Mini સંભવિત સ્પેસિફિકેશન
Realme Padમાં 8.7 ઇંચની HD + IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 12nm આધારિત Unisoc Tiger T616 ચિપસેટ સપોર્ટ હશે. આ ટેબ 4GB રેમ અને 64GB UFS 2.1 સ્ટોરેજ સાથે આવશે. તેમાં 8 MPનો રિયર કેમેરો અને 5 MPનો ફ્રન્ટ કેમેરો હશે. Realme Pad સ્ટીરિયો સ્પીકર્સ સાથે આવશે. પાવર બેકઅપ માટે તેમાં 6400mAhની બેટરી આપવામાં આવશે. તેમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. ટેબ એન્ડ્રોઇડ 11 આધારિત Realme UI પર કામ કરશે.

Realme Narzo 50A Prime સંભવિત સ્પેસિફિકેશન
Realme Narzo 50A Prime એ ભારત પહેલા ઇન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. જે મુજબ આ ફોન 6.6 ઇંચની ફુલ HD + LCD ડિસ્પ્લેમાં આવશે. ફોનમાં Unisoc Tiger T616 ચિપસેટ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં 4 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ સપોર્ટ મળશે. Realme Narzo 50A Prime માં 50 MPનો મેઈન કેમેરો રહેશે. અન્ય બે નાના લેન્સ આપવામાં આવશે. તમને ફોનના આગળના ભાગમાં 8MPનો કેમેરો મળશે. આ ફોનની જમણી બાજુ પાવર બટન સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર સપોર્ટ આપવામાં આવશે. કનેક્ટિવિટી ફીચર્સના કારણે ફોનમાં 3.5 એમએમ ઓડિયો જેક અને યુએસબી ટાઇપ-એસએસઆઇ પોર્ટ મળશે. આ ફોન એન્ડ્રોઇડ 11 આધારિત Realme UI પર કામ કરશે.