તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપકમિંગ:ટૂંક સમયમાં 'રિયલમી નાર્ઝો 30' ભારતમાં લોન્ચ થશે, જાણો ફોનનાં સ્પેસિફિકેશન

4 મહિનો પહેલા
 • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળી શકે છે
 • ફોનમાં 48MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે

રિયલમીએ થોડા સમય પહેલાં જ ભારતમાં નાર્ઝો 30 સિરીઝના 2 સ્માર્ટફોન લોન્ચ કર્યાં છે. હવે કંપની સિરીઝનો ત્રીજો ફોન 'નાર્ઝો 30' લોન્ચ કરવા જઈ રહી છે. કંપની મલેશિયામાં આ ફોન 18મેના રોજ લોન્ચ કરશે. આ ડેટની આસપાસ જ ભારતમાં આ સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે. જોકે કંપનીએ ભારતમાં આ ફોન ક્યારે લોન્ચ થશે તેની કોઈ માહિતી આપી નથી.

મલેશિયાની વેબલાઈટ પર રિલીઝ કરાયેલાં પોસ્ટર પ્રમાણે ફોનનું વેનિલા કલર વેરિઅન્ટ લોન્ચ થશે. જોકે લોન્ચિંગ પહેલાં જ ફોનનાં અનબોક્સિંગનો વીડિયો પર યુટ્યુબ પર વાઈરલ થયો છે. તે પ્રમાણે ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને સિંગલ પંચ હોલ ડિસ્પ્લે મળશે.

રિયલમી નાર્ઝો 30નાં સ્પેસિફિકેશન

 • લીક અને મીડિયા રિપોર્ટ પ્રમાણે, ફોનમાં 6.5 ઈંચની FHD+ LCD ડિસ્પ્લે મળશે.
 • ફોનમાં રિયલમી 8ની જેમ જ મીડિયાટેક હીલિયો G95 પ્રોસેસર મળી શકે છે.
 • ફોનનું 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
 • નાર્ઝો 30 સિરીઝનો આ ફોન એન્ડ્રોઈડ 11 OS પર રન કરશે.
 • ફોટો અને વીડિયોગ્રાફી માટે ફોનમાં 48MP+2MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા હશે.
 • ફોન 5000mAhની બેટરીથી સજ્જ હોઈ શકે છે.
 • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળી શકે છે.
 • ફોનની કિંમત ભારતમાં 12,000 રૂપિયા આસપાસ હોઈ શકે છે.