તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Realme Narzo 30 To Be Launch In India Soon In Both 4G And 5G Options, Company Will Also Launch Smart Scale This Month Madhav Sheth Reveals

રિયલમીનો ફ્યુચર પ્લાન:નાર્ઝો 30 સ્માર્ટફોનનાં 4G અને 5G વેરિઅન્ટ લોન્ચ થશે, ટૂંક સમયમાં સ્માર્ટ સ્કેલ પણ લોન્ચ થશે

6 મહિનો પહેલા
  • નાર્ઝો 30 સિરીઝમાં 30 પ્રો 5G અને 30A પહેલાં જ લોન્ચ થઈ ચૂક્યો છે
  • રિયલમી સ્માર્ટ સ્કેલથી 350 કિલોગ્રામ સુધીનું વજન માપી શકાશે, તે ફેટ લેવલ પણ જણાવશે

રિયલમી પોતાની નાર્ઝો 30 સિરીઝના એક્સપાન્શનની તૈયારીમાં છે. તાજેતરમાં જ કંપનીના CEO માધવ સેઠે એક વીડિયો સંદેશમાં કહ્યું કે રિયલમી નાર્ઝો 30ના ઈન્ડિયન લોન્ચ પર કામ ચાલી રહ્યું છે. તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. તેનાં 4G અને 5G બંને વેરિઅન્ટ લોન્ચ થશે. કંપની નાર્ઝો 30 સિરીઝમાં નાર્ઝો 30 પ્રો 5G અને નાર્ઝો 30A લોન્ચ કરી ચૂકી છે.

સોશિયલ મીડિયા પર આસ્ક માધવના લેટેસ્ટ સેશનમાં માધવ સેઠે કહ્યું કે કંપનીએ શરૂઆતમાં એક નાર્ઝો 30 4G વર્ઝન લોન્ચ કરવાની યોજના બનાવી હતી અને તાજેતરમાં જ તેણે ટેસ્ટિંગ અને ડેવલપમેન્ટનું લાસ્ટ સ્ટેજ પૂરું કર્યું છે. કંપનીએ પછી નક્કી કર્યું કે માત્ર 4G નહિ 5G વેરિઅન્ટ પણ લોન્ચ થશે.

સેઠે કહ્યું કે, 5G સ્માર્ટફોનની વધતી માગ અને 5G સ્માર્ટફોન લીડર તરીકે કંપનીની રણનીતિ યોગ્ય રહ્યા બાદ 5G વેરિઅન્ટ પર કામ કરવાનો નિર્ણય લીધો છે. કંપની ટૂંક સમયમાં નાર્ઝો 30 4G અને નાર્ઝો 30 5G એકસાથે લોન્ચ કરશે.

નાર્ઝો 30 પ્રો 5G અને 30Aમાં અપડેટ આવશે
સેઠે વર્ચ્યુઅલ સેશન દરમિયાન જણાવ્યું કે તાજેતરમાં જ લોન્ચ થયેલા રિયલમી નાર્ઝો 30 પ્રો 5G અને રિયલમી નાર્ઝો 30Aને 2021ના ત્રીજા ક્વાર્ટરમાં રિયલમી UI 2.0 પર બેઝ્ડ એન્ડ્રોઈડ 11 અપડેટ મળશે. હાલ ફોન એન્ડ્રોઈડ 10 પર રન કરે છે.

સ્માર્ટ સ્કેલ પણ ટૂંક સમયમાં લોન્ચ થશે

ચીનમાં રિયલમી સ્માર્ટ સ્કેલની કિંમત આશરે 1400 રૂપિયા છે
ચીનમાં રિયલમી સ્માર્ટ સ્કેલની કિંમત આશરે 1400 રૂપિયા છે

નાર્ઝો 30 સિરીઝની અપડેટ અને એક્સપાન્ડેશન સિવાય આ મહિને કંપની રિયલમી સ્માર્ટ સ્કેલ પણ ભારતમાં લોન્ચ થવાની છે. આ ડિવાઈસને ચીનમાં ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની કિંમત CNY 129 (આશરે 1400 રૂપિયા) છે. કંપનીનો દાવો છે કે સ્માર્ટ સ્કેલથી 350 કિલો સુધીનું વજન માપી શકે છે. આ સિવાય તે શરીરમાં ફેટ લેવલ પણ માપી શકશે.

ત્રીજા ક્વાર્ટરમાં 55 ઈંચ ટીવીની અપડેટ મળશે
કંપનીના CEOએ જાહેરાત કરી છે કે, રિયલમી SLED 55 ઈંચના સ્માર્ટ ટીવીમાં ત્રીજા ક્વાર્ટરમાં એન્ડ્રોઈડ 10 અપડેટ આપશે.

રિયલમી 8 સિરીઝ ટૂંક સમયમાં ગ્લોબલી લોન્ચ થશે
કંપની રિયલમી 8 સિરીઝના ગ્લોબલી લોન્ચની તૈયારી કરી રહી છે. અપકમિંગ સિરીઝ રિયલમી UI 2.0 આઉટ ઓફ ધ બોક્સ પર રન કરશે. રિયલમી 8 સ્પેશિયલ એડિશન ઈલ્યુમિનેટિંગ કલર વેરિઅન્ટમાં લોન્ચ થશે. તે અંધારામાં ગ્લો કરશે.

કંપનીએ સોશિયલ મીડિયા પર રિયલમી 8 સ્પેશિયલ એડિશન ટીઝ કરી
કંપનીએ સોશિયલ મીડિયા પર રિયલમી 8 સ્પેશિયલ એડિશન ટીઝ કરી