તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ 5G સ્માર્ટફોન:આગામી અઠવાડિયે લોન્ચ થઈ રહ્યા છે આ 2 દમદાર સ્માર્ટફોન, જાણો લોન્ચિંગ ડેટ અને ફીચર્સ

12 દિવસ પહેલા

સ્માર્ટફોન કંપની રિયલમી આગામી અઠવાડિયે ભારતમાં નાર્ઝો 30 સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. સિરીઝમાં 2 સ્માર્ટફોન નાર્ઝો 30 પ્રો 5G અને નાર્ઝો 30A સામેલ છે. તાજેતરમાં જ ફ્લિપકાર્ટ અને રિયલમીની ઓફિશિયલ વેબસાઈટે તેનું ડેડિકેટેડ પેજ રિલીઝ થયું છે. તેમાં સ્માર્ટફોનનાં લોન્ચિંગ ડેટની માહિતી આપવામાં આવી છે.

ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપની રિયલમી નાર્ઝો 30 સિરીઝના 2 સ્માર્ટફોનને 24 ફેબ્રુઆરી બપોરે 12:30 વાગ્યે લોન્ચ થશે. આ ઈવેન્ટમાં રિયલમી બડ્સ એર 2 પણ લોન્ચ થશે.

રિયલમી નાર્ઝો 30 પ્રો 5G અને નાર્ઝો 30A સિરીઝનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

 • ફ્લિપકાર્ટના ટીઝર પેજ અનુસાર, રિયલમી નાર્ઝો 30 પ્રો 5G ફોન હશે. ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 800U 5G પ્રોસેસરથી સજ્જ હશે.
 • પેજ પ્રમાણે, ડાયમેન્સિટી 700 સિરીઝ પ્રોસેસરની સરખામણીએ નવા પ્રોસેસરમાં 11% વધારે CPU પર્ફોર્મન્સ અને 28% વધારે GPU પર્ફોર્મન્સ અને 1.4 ગણો ઝડપી એપ લોન્ચ ટાઈમ આપશે. તેને AnTuTu દ્વારા 3,42,130 સ્કોર, GPU 91,211 સ્કોર અને 1,06,438 CPU સ્કોર મળ્યો છે.
 • નાર્ઝો 30 પ્રોમાં પંચ હોલ ડિસ્પ્લે ડિઝાઈન અને સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર અને 5000mAh બેટરી મળશે. ફોટોગ્રાફી માટે તેમાં 3 રિઅર કેમેરા મળશે અને તેમાં બેક પેનલ પર ગ્લોસી ગ્રેડિઅન્ટ ફિનિશ મળશે. રિઅર કેમેરા રેક્ટેન્ગલ મોડ્યુલ ફિટ રહેશે.
 • તો નાર્ઝો 30Aમાં 3 રિઅર કેમેરા હશે અને તેમાં સિક્યોરિટી માટે બેક પેનલમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર મળશે. તેનો કેમેરા મોડ્યુલ સ્ક્વેર શૅપમાં હશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો