તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Realme Narzo 30 5G, Realme Narzo 30, 32 Inch Realme Smart TV India Launch Date Set For June 24, CEO Confirms

અપકમિંગ:24 જૂનની ઈવેન્ટમાં રિયલમી નાર્ઝો સિરીઝનો નવો 5G સ્માર્ટફોન લોન્ચ કરશે, કિંમત ₹20,000 કરતાં પણ ઓછી હશે

3 મહિનો પહેલા
  • આ ઈવેન્ટમાં કંપની નાર્ઝો 30 સિરીઝના 2 સ્માર્ટફોન અને એક નવું ટીવી લોન્ચ કરશે
  • બંને સ્માર્ટફોનમાં 48MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે

ભારતમાં અફોર્ડેબલ સ્માર્ટફોન મેકર રિયલમી 24 જૂને નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા જઈ રહી છે. રિયલમી ઈન્ડિયાના CEO માધવ સેઠે કન્ફર્મ કર્યું છે કે કંપની 2 નવા સ્માર્ટફોન સાથે એક ટીવી પણ લોન્ચ કરશે. આ ઈવેન્ટમાં કંપની નાર્ઝો 30 સિરીઝના 2 સ્માર્ટફોન અને એક 32 ઈંચનું ટીવી લોન્ચ કરશે.

ભારતમાં રિયલમીની લોન્ચિંગ ઈવેન્ટ 24 જૂને બપોરે 12:30 વાગ્યે શરૂ થશે. નવાં ટીઝર પ્રમાણે રિયલમી નાર્ઝો 30 અને રિયલમી નાર્ઝો 30 5G સ્માર્ટફોનમાં પંચ હોલ ડિસ્પ્લે મળશે. ભારતમાં નાર્ઝો 30 સિરીઝમાં પહેલાં કંપની નાર્ઝો 30 પ્રો અને 30A સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે.

રિયલમી નાર્ઝો સ્માર્ટફોનની કિંમત
આ સ્માર્ટફોન યુરોપ માર્કેટમાં પહેલાંથી જ લોન્ચ થઈ ચૂક્યો છે. મલેશિયામાં રિયલમી નાર્ઝો 30ના 6GBની રેમ અને 128GB વેરિઅન્ટની કિંમત MYR 799 (આશરે 14,100 રૂપિયા) છે. તો યુરોપમાં રિયલમી નાર્ઝો 30 5Gના 4GB+128GB વેરિઅન્ટની કિંમત 219 યુરો (આશરે 19,400 રૂપિયા) છે. અર્થાત કંપની ભારતમાં તેની કિંમત 20 હજાર રૂપિયા કરતાં ઓછી રાખી શકે છે.

રિયલમી નાર્ઝો 30નાં સ્પેસિફિકેશન
યુરોપમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ (1080×2400 પિક્સલ) ડિસ્પ્લે મળશે. તેનો રિફ્રેશ રેટ 90Hz છે. સ્પીડ અને મલ્ટિટાસ્કિંગ માટે તેમાં મીડિયાટેક હીલિયો G95 ઓક્ટાકોર પ્રોસેસર મળશે. ફોન 48MP પ્રાઈમરી રિઅર કેમેરા સાથે ટ્રિપલ રિઅર કેમેરાથી સજ્જ હશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

રિયલમી નાર્ઝો 30 5Gનાં સ્પેસિફિકેશન
યુરોપમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે, ફોનમાં 6.5 ઈંચની FHD+ ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 1,080x2,400 પિક્સલ અને રિફ્રેશ રેટ 90Hz હશે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રોસેસર સાથે 4GBની રેમ અને 128GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળશે. ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. સેલ્ફી માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે.