તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લોન્ચ:રિઅલમીએ મિડલ રેન્જ સ્માર્ટફોન સિરીઝ ‘Narzo 10’ લોન્ચ કરી, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 8,499

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ સિરીઝમાં ‘Narzo 10’ અને ‘Narzo 10A’ સ્માર્ટફોન લોન્ચ થયાં
 • ‘Narzo 10’નાં 4GB + 128GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા
 • ‘Narzo 10A’નાં 3GB+32GB વેરિઅન્ટની કિંમત 8,499 રૂપિયા
 • ‘Narzo 10’ માં 48MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે
 • ‘Narzo 10A’માં 13MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતું 3 રિઅર કેમેરા સેટઅપ મળશે
 • ‘Narzo 10’નું વેચાણ 18મેથી અને ‘Narzo 10A’નું વેચાણ 22મેથી શરૂ થશે

ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ ફાઈનલી તેની મિડરેન્જ સ્માર્ટફોન સિરીઝ ‘Narzo 10’ લોન્ચ કરી છે. આ સિરીઝમાં ‘Narzo 10’  અને ‘Narzo 10A’ સ્માર્ટફોન લોન્ચ થયાં છે. કંપનીએ બંને સ્માર્ટફોનનાં સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે. ‘Narzo 10’નાં 4GB + 128GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે, જ્યારે ‘Narzo 10A’નાં 3GB+32GB વેરિઅન્ટની કિંમત 8,499 રૂપિયા છે. બંને સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલિયો પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. અગાઉ લોકડાઉન 1.0 દરમિયાન તેનું લોન્ચિંગ ટળ્યું હતું અનેક વખત લોન્ચિંગ પોસ્ટપોન કર્યા બાદ ફાઈનલી કંપનીએ સોમવારે તેનું લોન્ચિંગ કર્યું છે.

‘Narzo 10’નાં ‘ધેટ ગ્રીન’ અને ‘ધેટ વ્હાઈટ’ તેમજ ‘Narzo 10A’નું ‘સો બ્લૂ’ કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે. ‘Narzo 10’નું વેચાણ 18મે અને ‘Narzo 10A’નું વેચાણ 22મે થી કરવામાં આવશે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી કરી શકાશે.

‘Narzo 10’સિરીઝની કિંમત અને વેરિઅન્ટ

Narzo 104GB + 128GB11,999 રૂપિયા
Narzo 10A3GB+32GB8,499 રૂપિયા

‘Narzo 10A’ સિરીઝનાં ફીચર્સ

 • બંને ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ વિશ મેમરી કાર્ડ મળશે.
 • સિક્યોરિટી માટે ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા પણ મળશે.
 • કનેક્ટિવિટી માટે બંને ફોનમાં 4G LTE વાઈફાઈ 802.11 b/g/n, બ્લુટૂથ 5.0, GPS, AGPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.

‘Narzo 10’ સ્માર્ટફોનનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.5 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 1600x720

OS

રિઅલમી UI બેઝ્ડ ઓન એન્ડ્રોઈડ 10

પ્રોસેસર

મીડિયાટેક હીલિયો G80

રિઅર કેમેરા

48MP + 8MP + 2MP + 2MP

ફ્રન્ટ કેમેરા

16MP

રેમ 

રેમ 4GB 

સ્ટોરેજ

128GB એક્સપાન્ડેબલ 256GB

બેટરી 

5000mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

વજન

199 ગ્રામ

‘Narzo 10A’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.5 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 1600x720 પિક્સલ

OS

રિઅલમી UI વિથ એન્ડ્રોઈડ 10

પ્રોસેસર

મીડિયાટેક હીલિયો G80

રિઅર કેમેરા

12MP + 2MP + 2MP

ફ્રન્ટ કેમેરા

5MP

રેમ 

3GB + 32GB

સ્ટોરેજ

એક્સપાન્ડેબલ 256GB

બેટરી 

5000mAh

વજન

195 ગ્રામ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો