ભારતીય માર્કેટમાં રિયલમી પોપ્યુલર મોબાઈલ બ્રાંડ તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકી છે. હવે કંપની લેપટોપ સેગમેન્ટમાં એન્ટ્રી કરવા તૈયાર છે. રિયલમી આજે GT સિરીઝના મોબાઈલની સાથે પ્રથમ લેપટોપ લોન્ચ કરવાની છે. કંપનીએ આનું નામ રિયલમી બુક સ્લિમ રાખ્યું છે.
રિયલમીનો ઓનર કોણ છે? કંપનીની શરુઆત કેવી રીતે થઈ? આ કંપની ઓછા સમયમાં કેવી રીતે પોપ્યુલર બની ગઈ? આ બધી વાતો જાણીએ...
ઓપો રિયલમીથી સફર શરુ કર્યો
રિયલમીના ફાઉન્ડર સ્કાય લી(Sky Li)એ કરિયરની શરુઆત વર્ષ 2010માં ઓપો રિયલ નામની કંપનીથી શરુ કરી. આ ઓપો કંપનીની સબ-બ્રાંડ હતી. તેઓ આ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ હતા. આ દરમિયાન સ્કાય લીએ મોબાઈલ બનાવવાથી લઈને માર્કેટિંગના ઘણા એક્સપીરિયન્સ કર્યા. સાથે જ ઓપોને 31 અલગ-અલગ દેશના માર્કેટ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
ચીનના યુથ ડેથી પોતાની કંપની શરુ કરી
સ્કાય લી ઓપોમાં કામ કરતા હતા તે દરમિયાન 2018માં ઇન્ડિયા ટ્રિપ પર આવ્યા હતા. તેમણે ફ્લિપકાર્ટના વાઈસ પ્રેસિડેન્ટ અજય વીર યાદવની મુલાકાત કરી. ત્યારે અજયે સ્કાય લીને કહ્યું હતું કે, ભારતમાં ઘણા યુવાનો છે. જો ફોન સસ્તા અને સારી ક્વોલિટીના બનાવશો તો તેનું વેચાણ ઘણું વધારે થશે.
આ ટ્રિપના એક અઠવાડિયાં પછી સ્કાય લીએ ઓપોથી અલગ થવાનો નિર્ણય લીધો. સ્કાય લીએ 4 મે, 2018ના રોજ ઓપો રિયલથી અલગ થઈને નવી બ્રાંડ રિયલમી બનાવી. ચીનમાં 4 મેના રોજ યુથ ડે ઉજવવામાં આવે છે.
રિયલમીના પ્રથમ ફોનના 4 લાખ યુનિટ એક મહિનામાં જ વેચાઈ ગયા
રિયલમીએ વર્ષ 2018માં જ પોતાનો પ્રથમ ફોન રિયલમી વન લોન્ચ કર્યો હતો. કંપનીએ આ ફોનની કિંમત 8,990 રાખી. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 540 પ્રોસેસર હતું. આ ફોન ભારતીય માર્કેટમાં પણ લોન્ચ કરવામાં આવ્યો. માત્ર 30 દિવસની અંદર 4 લાખ યુનિટ વેચાયા. આ એક રેકોર્ડ હતો.
રિયલમી 2ને 5 મિનિટમાં 2 લાખ બુકિંગ મળ્યા
પ્રથમ સફળતા પછી 4 સપ્ટેમ્બર, 2018ના રોજ રિયલમીએ પોતાનો બીજો ફોન રિયલમી 2 લોન્ચ કર્યો. આ ફોનના પ્રથમ સેલમાં જ માત્ર 5 મિનિટમાં 2 લાખ બુકિંગ થયા. તે સમયે મોબાઈલ માર્કેટમાં શાઓમીનો દબદબો હતો, પરંતુ તેને ટક્કર આપવા માટે માર્કેટમાં બીજી કંપની આવી ગઈ હતી.
એ પછી રિયલમીએ ફોન લોન્ચિંગની લાઈન કરી દીધી. સારી ડિઝાઈન અને એડવાંસ્ડ ફીચર્સની સાથે રિયલમીએ ઘણા ફોન લોન્ચ કર્યા. તેમાં રિયલમી C1,રિયલમી C2,રિયલમી પ્રો, રિયલમી X માસ્ટર રેડિએશન, રિયલમી 5 અને રિયલમી પ્રો જેવા મોડલ સામેલ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.