રિયલમીના લેપટોપ અને મોબાઈલની કિંમત જાહેર:રિયલમી સ્લિમ લેપટોપની કિંમત ₹55,000 અને રિયલમી GT ફોનની કિંમત ₹30,000; લોન્ચિંગ પહેલાં જાણો તેનાં સ્પેસિફિકેશન્સ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સિક્યોરિટી માટે લેપટોપમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર પણ મળશે
 • રિયલમી GT સ્માર્ટફોનમાં ક્લૉલકોમ સ્નેપડ્રેગન 888 5G પ્રોસેસર અને 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે

રિયલમી કંપની તેનું પ્રથમ લેપટોપ 'રિયલમી બુક સ્લિમ' 18 ઓગસ્ટે લોન્ચ કરવા જઈ રહી છે. આ સાથે જ કંપની નવા ફોન્સ રિયલમી GT નિયો, રિયલમી GT નિયો ફ્લેશ એડિશન, રિયલમી GT માસ્ટર એડિશન અને રિયલમી GT એક્સપ્લોરર માસ્ટર એડિશન ભારતમાં 18 ઓગસ્ટે બપોરે 12:30 વાગ્યે લોન્ચ કરશે.

રિયલમી બુક સિરીઝના લેપટોપની કિંમત 55,000 રૂપિયાની આસપાસ હશે. તો રિયલમી GTના ફોનની કિંમત આશરે 33,000 રૂપિયાથી શરૂ થશે. આ માહિતી કંપનીના CEO માધવ સેઠે આપી છે. રિયલમી GT સિરીઝના ફોનને માર્ચ મહિનામાં ચીનમાં લોન્ચ કરાયા છે.

રિયલમી બુક સ્લિમનાં એક્સપેક્ટેડ સ્પેસિફિકેશન

 • રિયલમી બુક સ્લિમમાં પીસી કનેક્ટ નામનું એક સ્પેશિયલ ફીચર મળશે. તેની મદદથી ફોનથી લેપટોપ સરળતાથી કનેક્ટ કરી શકાશે.
 • આ પહેલાં એક ટેક ટિપ્સ્ટરે દાવો કર્યો હતો કે રિયલમી બુક સ્લિમમાં 2K ડિસ્પ્લે મળશે અને ડ્યુઅલ હાર્મન કાર્ડન સ્પીકર સપોર્ટ મળશે.
 • લેપટોપ સ્લિમ અને હળવું હશે. કંપની આ અપકમિંગ લેપટોપને ગેમ ચેન્જર તરીકે પ્રમોટ કરી રહી છે.
 • અપકમિંગ લેપટોપમાં 14 ઈંચની 2K ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 2160x1440 પિક્સલ હશે.
 • ડિસ્પ્લેની બ્રાઈટનેસ 300 નિટ્સ હશે તેને બ્લૂ લાઈટ સર્ટિફિકેશન મળશે.
 • લેપટોપમાં ઈન્ટેલ કોર i5-1135G7 પ્રોસેસર અને ઈન્ટેલ આઈરિસ Xe ગ્રાફિક્સ મળશે.
 • રિયલમી બુક સ્લિમમાં 16GBની રેમ સાથે 512GBનું PCIe સ્ટોરેજ મળશે. આ સિવાય ડ્યુઅલ સ્પીકર સાથે માઈક્રોફોન પણ મળશે. કીબોર્ડ બેકલાઈટ સપોર્ટ કરી શકે છે.
 • કનેક્ટિવિટી માટે લેપટોપમાં USB 3.2 Gen 1 ટાઈપ-A પોર્ટ, 2 USB 3.1 ટાઈપ-સી પોર્ટ અને 3.5mm હેડફોન જેક મળશે.
 • રિયલમી બુક સ્લિમમાં 54Whrની બેટરી મળી શકે છે જેની સાથે 65Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ હશે.
 • લેપટોપમાં ફિંગર પ્રિન્ટ સેન્સર પણ મળશે અને લેપટોપનું વજન 1.3 કિલોગ્રામ હશે.

રિયલમી GT એક્સપેક્ટેડ સ્પેસિફિકેશન

 • રિયલમીએ GT 5G સ્માર્ટફોનને ચીનમાં માર્ચ મહિનામાં લોન્ચ કર્યો છે. ત્યારબાદ તેનું ગ્લોબલ લોન્ચિંગ જૂનમાં થયું હતું. માધવ સેઠે લેટેસ્ટ આસ્ક માધવ એપિસોડ દરમિયાન લોન્ચિંગ ડિટેલ્સ શેર કરી હતી. તેમણે માહિતી આપી હતી કે આ બંને ફોન લોન્ચ કરવા માટે વર્ચ્યુઅલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. જોકે એ વાત સ્પષ્ટ નથી કે ભારતમાં કઈ એડિશન લોન્ચ થશે.
 • ફોનમાં 6.43 ઈંચ ફુલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 120Hzનો રિફ્રેશ રેટ મળશે.
 • આ ફોન ક્લૉલકોમ સ્નેપડ્રેગન 888 5G પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 12GBની રેમ અને 256GB સ્ટોરેજનું મળશે.
 • ફોટોગ્રાફી માટે રિયલમી GT 5G ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે, તેમાં પ્રાઈમરી કેમેરા 64MPનો મળશે.
 • ફોનની બેટરી 4,500 mAhની છે જે 65 વૉટ સુપર ડાર્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.