તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Realme Dizo Earbuds Launch Will Be Available With 25 Hours Of Battery Backup, Will Not Spoil Even If Water Falls; Starting Price Rs 2999

ન્યૂ લોન્ચ:રિયલમીએ તેનાં 2 TWS ઈયરબડ્સ લોન્ચ કર્યાં, 25 કલાકનું બેટરી બેકઅપ મળશે; લોન્ચિંગ ઓફર હેઠળ ₹500નાં ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકાશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 'રિયલમી ડિઝો ગો પોડ્સ' અને 'રિયલમી ડિઝો ગો પોડ્સ નિયો' માં એક્ટિવ નોઈઝ કેન્સલેશન મળે છે
  • બંને ઈયરબડ્સમાં લૉ લેટેન્સી મોડ સપોર્ટ મળશે

રિયલમીએ તેનાં ઓડિયો ડિવાઈસ પોર્ટફોલિયો વધારતાં 2 વાયરલેસ ઈયરબડ્સ 'રિયલમી ડિઝો ગો પોડ્સ' અને 'રિયલમી ડિઝો ગો પોડ્સ નિયો' લોન્ચ કર્યાં છે. આ ઈયરબડ્સ રિયલમી બડ્સ એર અને રિયલમી બડ્સ Q2નું રીબ્રાન્ડેડ વર્ઝન છે. બંને ઈયરબડ્સ TWS (ટ્રુ વાયરલેસ સ્ટીરિયો) છે. ડિઝો ગો પોડ્સની ડિઝાઈન સ્ટેમ સ્ટાઈલ છે. આ બંને TWSમાં એક્ટિવ નોઈઝ કેન્સલેશન સપોર્ટ મળે છે. આ સિવાય બંને ઈયરબડ્સમાં વૉટર રઝિસ્ટન્સ IPX5 રેટિંગ મળ્યું છે. ગેમિંગ લવર્સ માટે તેમાં લૉ લેટેન્સી મોડ મળશે.

કિંમત
રિયલમી ડિઝો ગો પોડ્સની કિંમત 3299 રૂપિયા છે. તેનાં ક્રીમ વ્હાઈટ અને સ્મોકી ગ્રે કલરની ખરીદી કરીલ શકાશે. લોન્ચિંગ ઓફર હેઠળ 6 સપ્ટેમ્બરથી તેની ખરીદી 2999 રૂપિયામાં કરી શકાશે. ગો પોડ્સ નિયોની કિંમત 2499 રૂપિયા છે. 10 સપ્ટેમ્બરથી લોન્ચિંગ ઓફર હેઠળ તેની ખરીદી 2299 રૂપિયામાં કરી શકાશે. જોકે આ ડિસ્કાઉન્ટ ઈયરબડ્સના પ્રથમ સેલમાં જ મળશે.

રિયલમી ડિઝો ગો પોડ્સનાં સ્પેસિફિકેશન

  • એક્ટિવ નોઈઝ કેન્સલેશન સપોર્ટ કરતા આ ઈયરબડ્સમાં 10mmના ડાયનેમિક ડ્રાઈવર્સ મળે છે.
  • કંપનીનો દાવો છે કે એક્ટિવ નોઈઝ કેન્સલેશનમાં આસપાસનો અવાજ 25dB સુધી ઓછો થઈ જાય છે. ઈયરબડ્સમાં સુપર લૉ લેટેન્સી મોડ પણ છે. તેનો રિસ્પોન્સ ડિલે 88ms છે. રિયલમી ડિઝો ગો પોડ્સને રિયલમી લિંક એપથી કનેક્ટ કરી શકાશે.
  • ચાર્જિંગ માટે તેમાં ટાઈપ-C ચાર્જિંગ પોર્ટ મળે છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે. 10 મિનિટના ચાર્જિંગમાં તે 120 મિનિટનું પ્લેબેક આપે છે. ઈયરબડ્સમાં કુલ 25 કલાકનું બેટરી બેકઅપ મળે છે. આ બડ્સમાં રિયલમી R2 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રિયલમી ડિઝો ગો પોડ્સ નિયોનાં સ્પેસિફિકેશન

  • રિયલમી લિંક એપથી આ ઈયરબડ્સના ઓડિયો ક્વોલિટી મોડ બદલી શકાય છે. તે લૉ લેટેન્સી મોડ સપોર્ટ કરે છે.
  • તેમાં ટ્રાન્સપરન્સી મોડ અને નોઈઝ કેન્સલેશન મોડ પણ મળે છે.
  • ઈયરબડ્સમાં 10mmના ડાયનેમિક ડ્રાઈવર મળે છે. તેનું કુલ બેટરી બેકઅપ 28 કલાકનું છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ v5.2 આપવામાં આવ્યું છે. આ સિવાય તે SBC અને AAC બ્લુટૂથ કોડેક પણ સપોર્ટ કરે છે.