તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિઅલમી કંપનીનો અફોર્ડેબલ સ્માર્ટફોન ‘રિઅલમી 5i’ લોન્ચ થયો, કિંમત ₹ 8,999

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનનું 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું
  • ફોનનું વેચાણ 15 જાન્યુઆરીથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર શરૂ થશે
  • ફોનમાં ColorOS 6.0.1 બેઝ્ડ એન્ડ્રોઇડ પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવ્યું

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ અફોર્ડેબલ સ્માર્ટફોન ‘રિઅલમી 5i’ ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 8,999 રૂપિયા છે. ફોનનું 4GB+64GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનમાં ચાર રિઅર કેમેરા અને વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનનું વેચાણ 15 જાન્યુઆરીથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર શરૂ થશે.

ફોનની ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. ડિસ્પ્લે પેનલ પર 2.5D કર્વ્ડ કોર્નિંગ ગોરીલા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનનાં એક્વા બ્લૂ અને ફોરેસ્ટ ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ થયા છે.   કનેકિટવિટી માટે ફોનમાં 4G LTE, બ્લુટૂથ 5.0, વાઇફાઇ 802.11AC, 3.5mm ઓડિયો જેક અને GPS આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે ફોનની બેક પેનલમાં ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. 

ઓફર 
કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોનની ખરીદી કરવા પર જિઓ તરફથી 7,550 રૂપિયા સુધીનો ફાયદો મળશે. ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી વિવિધ બેંકોના ક્રેડિટ કાર્ડથી કરવા પર ગ્રાહકોને  5% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ સિવાય ‘નો કોસ્ટ EMI’ની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

‘રિઅલમી 5i’નાં બેઝિક સ્પેસિફિકેશન 

ડિસ્પ્લે સાઈઝ  6.52 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ  HD+ વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે
OS          ColorOS 6.0.1 બેઝ્ડ એન્ડ્રોઇડ પાઈ
પ્રોસેસર          ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665
રેમ  4GB
સ્ટોરેજ સ્ટોરેજ    64GB 
રિઅર કેમેરા  12MP+ 8MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા8 MP
બેટરી    5000 mAh વિથ 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો