લોન્ચ:50MP પ્રાઈમરી કેમેરા અને 5000mAhની બેટરીથી સજ્જ 'રિયલમી C25Y' સ્માર્ટફોન લોન્ચ થયો, કિંમત ₹10,999

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે
  • ફોનનું પ્રી બુકિંગ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટેડ ફિંગ પ્રિન્ટ સેન્સર મળશે

રિયલમીએ ભારતમાં તેના નવો સ્માર્ટફોન 'રિયલમી C25Y' લોન્ચ કર્યો છે. C સિરીઝનો આ પ્રથમ સ્માર્ટફોન છે જેમાં 50MPનો પ્રાઈમરી કેમેરા છે. આ ફોન રિયલમી C25નું અપગ્રેડેશન છે.

કિંમત અને અવેલેબિલિટી
ફોનનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને 4GB+128GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે.
ફોનનાં ગ્લેશિયર બ્લૂ અને મેટર ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનનું પ્રી બુકિંગ 20 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ફ્લિપકાર્ટ અને ફોનની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોનનું પ્રી બુકિંગ કરાવી શકાશે. ફોનનો પ્રથમ સેલ 27 સપ્ટેમ્બરે યોજાશે.

રિયલમી C25Yનાં સ્પેસિફિકેશન

  • ફોનમાં 6.5 ઈંચની HD+ LCD સ્ક્રીન મળે છે. તેનું રિઝોલ્યુશન 720x1600 પિક્સલ છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 60Hz અને આસ્પેક્ટ રેશિયો 20:09 છે. આ ફોન 4GB LPDDR4x રેમ અને 128GBનાં ઈન્ટર્નલ સ્ટોરજથી સજ્જ છે. ફોનમાં ઓક્ટા કોર Unisoc T610નું પ્રોસેસર મળે છે. તે AR4M માલી G52 GPU સાથે અટેચ છે.
  • ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ રિયલમી R એડિશન પર કામ કરે છે.
  • ફોટો અને વીડિયોગ્રાફી માટે ફોનમાં 50MP (પ્રાઈમરી લેન્સ)+ 2MP (બ્લેક એન્ડ વ્હાઈટ લેન્સ)+ 2MP (મેક્રો લેન્સ)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.

18 વૉટની ક્વિક ચાર્જ ટેક્નોલોજી
ફોનમાં 5000mAhની બેટરી છે. તે 18 વૉટ ક્વિક ચાર્જ ટેક્નોલોજી સપોર્ટ કરે છે. રિયલમીના આ ફોનમાં 2 નેનો સિમ અને 1 માઈક્રો SD કાર્ડ સ્લોટ મળે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈફાઈ 82.11 b/g/n, બ્લુટૂથ 5.0 અને 3.5mmનો હેડફોન જેક સહિતના ઓપ્શન મળે છે.