રિયલમીનો લો બજેટ ફોન:જોરદાર બેટરીની સાથે ફાસ્ટ ચાર્જ પણ થશે,સ્માર્ટફોનની કિંમત 6,999 રૂપિયા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ફોનમાં 5,000mAhની બેટરી મળશે
  • 2GB રેમ અને 32GB એક્સપાન્ડેબલ સ્ટોરેજ છે
  • સેલ્ફી અને વીડિયો કોલ માટે 5MPનો ફ્રંટ-ફેસિંગ કેમેરા મળશે

ભારતમાં રિયલમી C11 (2021) લોન્ચ થઈ ગયો છે. કંપનીનાં જણાવ્યા પ્રમાણે, આ રિયલમી C11ની ખામીને દૂર કરીને ડિઝાઈન કર્યો છે. જો કે, તેના સ્પેસિફિકેશનમાં ગયા વર્ષના મોડલની સરખામણીએ એટલા સારા નથી, પરંતુ ડિઝાઈન સૌથી અલગ બનાવી છે. આ ફોનમાં સિંગલ કેમેરા છે. 5000mAhની બેટરી અને 2GB રેમ મળશે.

રિયલમી C11ની કિંમત
ભારતમાં 2GB રેમ + 32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,999 રૂપિયા છે. તેમાં બે કલર કૂલ બ્લૂ અને ગ્રે મળશે. ફ્લિપકાર્ટ પરથી આ ફોન ખરીદી શકાશે.

રિયલમી C11નાં સ્પેસિફિકેશન

  • રિયલમી C11માં 6.5 ઇંચની ડિસ્પ્લે +(720x1600 પિક્સલ) LCD સ્ક્રીન છે. તેનો રેશિયો 20:9 અને સ્ક્રીન ટુ બોડી રેશિયો 89.5% છે. તેમાં એક વોટરડ્રોપ નોચ ડિઝાઈન છે અને નીચેની તરફ એક બેઝલ આપ્યું છે.
  • રિયલમી C11 (2021)માં LED ફ્લેશની સાથે સિંગલ 8MP રિયર કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 5MPનો ફ્રંટ-ફેસિંગ કેમેરા મળશે.
  • કનેક્ટિવિટી માટે હેન્ડસેટ વાઈ-ફાઈ, બ્લુટૂથ 4.2, GPS,એક હેડફોન જેક અને એક માઈક્રો-USB પોર્ટ સપોર્ટ કરે છે.
  • આ ફોનમાં 5,000mAhની બેટરી આપી છે, તે 10W ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે. 2GB રેમ અને 32GB એક્સપાન્ડેબલ સ્ટોરેજ પણ આપ્યું છે.
અન્ય સમાચારો પણ છે...